ETV Bharat / state

PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ

author img

By

Published : Jan 17, 2022, 3:53 PM IST

રાજ્યમાં પોલીસ ખાતામાં પોલીસ સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ (Recruitment for the posts of Police Sub Inspector and Constable)સહિતના પદો માટે ભરતી શરૂ છે. એવામાં રાજકોટની એક મહિલા સહિત બે શખ્સ દ્વારા 12 જેટલા ઉમેદવારો આ ભરતી માટે રનિંગ કે લેખિત પરીક્ષા આપવી નહિ પડે અને સીધો જ જોઇનિંગ લેટર આવી જશે તેમ કહી વિશ્વાસમાં લઈને નાણાં(LRD - PSI Recruitment Scam) પડાવ્યા હતા.ત્યારબાદ આ ઉમેદવારોના નામ તાજેતરમાં PSIનું રિઝલ્ટ જાહેર થયું એમાં ન આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ
PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ

રાજકોટઃ રાજ્યમાં હાલમાં પોલીસ ખાતામાં પોલીસ સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ (Recruitment for the posts of Police Sub Inspector and Constable)સહિતના પદો માટે ભરતી શરૂ છે. જ્યારે ઘણા બધા યુવાનો આ નોકરી મેળવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં રાજકોટની એક મહિલા સહિત બે શખ્સ દ્વારા 12 જેટલા ઉમેદવારો આ ભરતી માટે રનિંગ કે લેખિત પરીક્ષા આપવી નહિ પડે અને સીધો જ જોઇનિંગ લેટર આવી જશે તેમ કહી વિશ્વાસમાં લઈને નાણાં પડાવ્યા હતા. જ્યારે વિવિધ ઉમેદવારો પાસેથી અંદાજીત રૂ.15 લાખ જેવી રકમ(Recruitment fraud of LRD and PSI) પડાવી હતી. ત્યારબાદ આ ઉમેદવારોના નામ તાજેતરમાં PSIનું રિઝલ્ટ જાહેર થયું એમાં ન આવતા સમગ્ર મામલો પોલીસ(PSI Exam Scam) મથકે પહોંચ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

ભરતી કૌભાંડ

છેતરપીંડી મામલે બંટી બબલીની કરાઈ ધરપકડ

રાજકોટની ગાંધીગ્રામ પોલીસે LRD PSI ભરતી કૌભાંડ (LRD - PSI Recruitment Scam )મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મૂળ જૂનાગઢની રહેવાસી મહિલા એવી ક્રિષ્ના ભરડવા અને જામનગરના જેનિસ પરસાણા નામના બન્ને આરોપીઓ સમાવેશ થાય છે. પોલીસને હજુ એવી પણ શંકા છે જે આરોપીના નામ વધી શકે છે. હાલ પોલીસ( Rajkot Gandhigram Police )દ્વારા મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ક્રિષ્ના ભરડવા નામની મહિલાના અગાઉ કેન્યા ખાતે લગ્ન થયા હતા અને ત્યારબાદ છૂટાછેડા થઈ જતા તે લોકડાઉન સમયે પોતાના વતનમાં આવી હતી.

રાજકોટ અને પોરબંદરના આરોપીઓની ધરપકડ

રાજકોટ પોલીસ દ્વારા LRD અને PSIની ભરતી છેતરપીંડી મામલે બેની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે આજે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સામે આવ્યું છે કે આ બંટી બબલીની જોડીએ રાજકોટ અને પોરબંદરના 12 જેટલા ઉમેદવારોને પોતાની પોલીસ ખાતામાં અધિકારીઓ સાથે સારી ઓળખાય છે અને આ ભરતી માટે કોઈએ રનિંગ કે લેખિત પરીક્ષા આવી નહિ પડે અને સીધી જ તેમને નોકરી માટેનો ઓર્ડર આવી જશે તેવી વાત કરવામાં આવી હતી. તેમજ આ લોકોને વિશ્વાસમાં લઈને અલગ અલગ રૂપિયા પણ પડવામાં આવ્યા હતા.

ઉમેદવારો પરીક્ષા આપવા ગયા નહિ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ક્રિષ્ના ભરડવા જેનિસ નામના શખ્સોએ LRD અને PSI ઇ ભરતીમાં કોઈ પણ ફીઝીકલ કે લેખીક પરીક્ષા વગર પાસ કરવાની વાત કરવામાં આવતા આ ભરતી માટે તૈયારિયો કરતા ઉમેદવારો ભોળવાયા હતા જ્યારે PSI અને LRDની ફીઝીકલ ટેસ્ટ હતી તે પણ આ ઉમેદવારો આપવા ગયા નહોતા. ત્યારબાદ પોલીસ ભરતીનું PSI માટેનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે. જેમાં આ ઉમેદવારોના નામ આવ્યા નહોતા. જેના કારણે આશિષ સિયારામ ભગત નામના ઉમેદવારને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું ખ્યાલ આવતા તે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો હતો આ સમગ્ર છેતરપીંડીનો બનાવ સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ Vijay Suvada join BJP: AAPના ભુવાજીએ કેસરિયો ધારણ કર્યો

બંટી બબલીની સોશિયલ મીડિયા મારફતે પ્રેમ થયો

રાજકોટમાં LRD અને PSIમાં ભરતી કરાવી આપવાના નામે 12 જેટલા ઉમેદવારો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. આ મામલે પોલીસે ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બંટી બબલીની જોડીને 6 મહિલા અગાઉ જ સોશિયલ મીડિયા મારફતે પ્રેમ થયો હતો. જ્યારે બન્ને વિદેશ જવા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે વિવિધ ઉમેદવારો સાથે આ પ્રકારની છેતરપીંડી ઓ રસ્તો અપનાવ્યો હતો. હાલ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ભરતીની તૈયારી કરતા લોકોને પોલીસની અપીલ

રાજકોટમાં LRD અને PSIની ભરતીમાં પાસ કરાવી આપવાના બહાને 12 ઉમેદવારો સાથે છેતરપીંડીની ઘટના બની હતી. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે પોલીસ ભરતી માટેની તૈયારીઓ કરતા ઉમેદવારોને અપીલ કરી છે કે આવા લેભાગુ તત્વોથી સાવધાન રહે અને પોલીસની નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરે, જ્યારે આવી કોઈ છેતરપીંડી કે અન્ય લેભાગુ તત્વો ભરતીના નામે પૈસા પડાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, રાજકોટ પોલીસની કામગીરીની નોંધ ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પણ લીધી અને અને રાજકોટ પોલીસની કામગીરી વખાણી હતી.
આ પણ વાંચોઃLaunching of natural farming logo: ગાંધીનગરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરતા અમિત શાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.