ETV Bharat / state

ખેડૂતોના પ્રશ્નો મુદ્દે વિરોધ બાદ રાજકોટ કિસાન સંઘના 25 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ - Kisan Sangh

ખેડૂતોના પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજકોટ કિસાન સંઘના 25 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

Rajkot Kisan Sangh
Rajkot Kisan Sangh
author img

By

Published : May 26, 2020, 3:15 PM IST

રાજકોટઃ હાલ કોરોનાની મહામારી દરમિયાન તમામ વર્ગના લોકો આર્થીક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાના પાકના પુરતા ભાવ મળી રહ્યા નથી.

Rajkot Kisan Sangh
રાજકોટ કિસાન સંઘના 25 કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

બીજી તરફ ખેડૂતોએ લીધેલા ધિરાણની તારીખ પણ નજીક આવી રહી છે. આવા અનેક ખેડૂતોના પ્રશ્નો લઈને રાજકોટ કિસાન સંઘના નેતાઓ અને કેટલાક ખેડૂતો મંગળવારે બહુમાળી ભવન નજીક આવેલા સરદાર પટેલની પ્રતિમા પાસે એકઠા થયા હતા.

સંઘના આગેવાનો વિરોધ પ્રદર્શન કરવા પાકને રસ્તા પર ઢોળે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, પરંતુ પોલીસ અને કાર્યકરોની ઝપાઝપીમાં ખેડૂતો દ્વારા લસણ રસ્તા પર ઢોળવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે પણ કડક કાર્યવાહી કરીને 25 જેટલા ખેડૂતો અને કિસાન સંઘના આગેવાની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કિસાન સંઘ દ્વારા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ મુદ્દે પ્રશ્નો ઉઠાવીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા મંગળવારે કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.