રાજકોટ : રાજ્યના લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા કાગવડ ખાતેના ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના છ વર્ષ આગામી 21 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે, ત્યારે આ પ્રાંત પ્રતિષ્ઠાના છ વર્ષ પૂર્ણ અને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામ ખાતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કડવા, લેવા તેમજ અન્ય સમાજના લોકો માટે પણ ખોડલધામ મંદિર મોટું આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. હર વર્ષે કઈકને કઈક ત્યાં સાંસ્કૃતિ કાર્યક્રમો થતાં હોય છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે આ વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન, નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પાટીદાર અગ્રણીઓએ દ્વારા મળી રહી છેે.
આ પણ વાંચો વડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવવા આવશે, ટ્રસ્ટી મંડળ આમંત્રણ આપવા દિલ્હી જશે
દેશભરમાંથી કન્વીનરો ઉમટી પડશે ખોડલધામ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાતમાં વર્ષના મંગલ પ્રવેશ દરમિયાન ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નવનીત રાજ્ય સરકારના પ્રધાનો અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું વિશેષણ સન્માન કરવામાં આવશે. આ સાથે જ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ પણ યોજાશે. જ્યારે ખોડલધામના ટ્રસ્ટીઓ, દેશભરના કન્વીનરો સહ કન્વીનરો, સ્વયંસેવકો મહિલા સમિતિના અધ્યક્ષો, સામાજિક આગેવાનો અને દાતાઓ સહિતના લોકો એક તાંતણે બંધાય તે માટે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વે માતાજીને તલનો હાર અર્પણ કરાયો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે ધ્વજારોહણ આ અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરીના સવારના 8 વાગે કન્વીનરો, સહ કન્વીનર અને સ્વયંસેવકોની મીટીંગ યોજાશે. ત્યારબાદ 8 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી ભવ્ય સંસ્કૃતિ લોકડાયરો યોજાશે. તેમજ યજ્ઞશાળા યોજાશે અને સ્વયંસેવકો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે અને ધ્વજાનું પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમ યોજાયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રધાનો અને ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા 52 ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. ત્યારબાદ વિશાળ સભા યોજાશે. જેમાં ખોડલધામ દ્વારા પોતાના આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે અને કાર્યક્રમ પૂર્ણ થશે.