ETV Bharat / state

આડા સંબંધની શકામાં મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતા પોલીસ દોડતી થઈ - જેતપુર પોલીસ

રાજકોટના જેતપુરમાં પત્ની સાથેના આડા સબંધની શંકાને (Friend Murder case in Jetpur) લઈને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જેમાં એક મિત્રએ પોતાના જ મિત્ર પર છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર. (Murder case in Rajkot)

આડા સંબંધની શકામાં મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતા પોલીસ દોડતી થઈ

author img

By

Published : Dec 10, 2022, 8:45 AM IST

રાજકોટ : આજકાલ હત્યાના અને હુમલાઓની ઘટનાઓ (Murder case in Rajkot) સતત વધી રહી છે. જેમાં ઔદ્યોગિક જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિ અને હત્યા સહિતના ગંભીર ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે જેતપુર શહેરમાં ફરી એકવાર જાહેરમાં એક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં જાહેરમાં એક મિત્રએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે. (Rickshaw driver killed in Jetpur)

આડા સંબંધની શકામાં મિત્રને છરીના ઘા મારી જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો

શું હતો સમગ્ર મામલો રાજકોટ જીલ્લાના જેતપુર શહેરમાં રબારીકા રોડ પર પત્ની સાથે આડા સંબંધોની શંકાએ એક યુવકે તેના જ મિત્રની જાહેરમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી છે, ત્યારે જાહેરમાં થયેલી આ હત્યાની આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જેમાં આ સરાજાહેર હત્યાનો બનાવ બનતાં સમગ્ર પંથકની અંદર ભારે ચકચાર મચી જવા પામ્યો છે. (Friend killed in Jetpur)

મૃતક રિક્ષા ચલાવતો હતો આ અંગે મૃતકનાં બહેને જેતપુર સીટી પોલીસમાં દાખલ કરેલી ફરિયાદ અનુસાર તેમનો નાનો ભાઈ દેવાભાઈ (45 વર્ષીય) ડીઝલ રિક્ષા ચલાવતા હતા. દેવાભાઇ સવારના રિક્ષા લઇને ગયેલા હતા એ વખતે તેની સાથે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ અમીન શેખ હતો, ત્યારે તેમને જણાવ્યું હતું કે તેમનો ભાઇ બપોરના ઘરે જમવા આવ્યો નહિ, ત્યારબાદ સાંજના તેમને પાડોશમાંથી જાણવા મળ્યું કે દેવાભાઇ સાથે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ રબારીકા ચોકડી નજીક ઝગડો કરી દેવાભાઈને છરીના આડેધડ ઘા મારી દીધા છે. જેથી ફરિયાદ કરનાર મૃતકની બેન અને દેવાભાઈની દીકરી ખુશી ત્યાં જવા માટે નીકળ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમના ભાઇને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. (Rajkot Crime News)

હત્યા પાછળનું કારણ આ ઘટના બાદ તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેના શરીરે પડખાના ભાગે, છાતીના ભાગે, હાથમાં તથા પગમાં છરીથી માર મારેલાં નિશાન હતાં. જેથી જાણવા મળ્યું કે મૃતક ત્યાં તેના મિત્ર સોહિલ કરિમ પઠાણ સાથે રબારીકા ચોકડી નજીક બેઠેલો હતો, ત્યારે ઇમરાન ઉર્ફે ઇલ્યાસે ત્યાં જઈ મૃતકને છરીના આડેધડ ઘા મારી દીધા હતા. જેમાં આ હત્યા પાછળનું કારણ એવું છે કે ઇમરાન ઉર્ફે ઈલ્યાસ ફરિયાદીના ભાઈનો મિત્ર હોવાથી તે અવારનવાર તેના ઘરે બેસવા જતો જેથી ઈલ્યાસની પત્ની સાથે દેવાભાઈને આડા સંબંધ હશે તેવી શંકાએ દેવાભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કરી તેની હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે. (Murder case in Jetpur)

મૃતક પારખે તે પહેલા હત્યા જેતપુર શહેરના રામૈયા હનુમાન મંદિર નજીક રહેતો અને છકડો રિક્ષા ચલાવતો દેવાભાઈ રાઠોડ નામનો રબારી યુવાન રબારીકા રોડ પર આવેલી એક વેલ્ડીંગની દુકાને પોતાની છકડો રિક્ષાનું રિપેરિંગ કરાવતો હતો, ત્યારે બાળકો સાથે બાઇક પર સવાર અજાણ્યો યુવાન ધસી આવ્યો હતો. દેવાભાઇ પરિસ્થિતિ પારખે એ પહેલાં તેના પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, આ ઘટના બાદ આ અંગેની ફરિયાદના આધારે જેતપુર પોલીસે IPC કલમ 302 તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હાલ આ ઘટનામાં હત્યા કરનાર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ અમીનભાઈ શેખ નામના વ્યક્તિને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (horizontal relationship friend Murder)

મૃતકના પરિવાર પર દુ:ખ મૃતકના પરિવારની પ્રાપ્ત વિગતો અનુસાર તેમને ત્રણ બહેનો અને એકનો એક ભાઈ હતો. જેમાં મૃતક રીક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તે પરણિત છે. તેમને હાલ એક 16 વર્ષની દીકરી અને એક 10 વર્ષનો પુત્ર છે, જયારે તેમની પત્ની માનસિક બીમાર હોવાથી પોતાના માવતર ઉપલેટા છેલ્લા સાત વર્ષ કરતા વધારે સમયથી પોતાના માવતર હોવાની વિગતો સામે છે, ત્યારે દેવાભાઈના મોતને લઈને તેમના બાળકો અને પરિવાર પર જાણે આભ ફાટી નીકળ્યું છે અને બહેનોનો એકનો એક ભાઈનું મૃત્યુ થતા તેમનો સહારો છીનવાઈ ગયો છે. (Murder case in Rajkot)

ક્રાઈમ રેટ વધ્યો જેતપુરની અંદર ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ વધવા પામી છે અને અહી ગંભીર ગુનાઓ વધતા માલુમ પડી રહ્યા છે, ત્યારે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરમાં ગુનાહિત પ્રવૃતિઓનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. કારણ કે, અહિયાંથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છેલ્લા બે મહિનામાં શહેરમાં પાંચ જેટલા હત્યાના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નજીવી બાબતમાં હત્યા જેવો ગંભીર અપરાધ થતો હોવાનું તમામ બનાવોમાં સામે આવ્યું છે.(Jetpur Police)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.