રાજકોટઃ રાજકોટ પોલીસની કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલા બસ સ્ટેન્ડમાંથી 18 તોલા સોના ચાંદીના દાગીના ભરેલું પેસેન્જરનું બેગ ગુમ થયું હતું. જેને રાજકોટની એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ શોધીને મુસાફરને પરત કરવામાં પરત કરાઈ હતી.
બસ સ્ટેન્ડમાંથી અચાનક બેગ ગુમ: સામે આવેલી માહિતી મુજબ રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં બપોરના સમયે જીતુદાન ગઢવી લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેમની પત્નીને બસમાં બેસાડવા માટે આવ્યા હતા. તેમની પાસે સોનાના દાગીના ભરેલું બેગ પણ હતું. જ્યારે આ બેગ તેઓ બસમાં નીચે મૂકીને પાણીની બોટલ લેવા ગયા હતા તેટલીવારમાં જ આ બેગ અચાનક ગુમ થઈ ગયું હતું. જ્યારે આ મામલે પત્નીને પૂછતા જ કરતા તેને પણ આ અંગેની ખબર નહોતી. ત્યારે આ સમગ્ર મામલો રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
આ પણ વાંચો: Navsari News: ચીખલી તાલુકાના રાનકુવા ગામે શાળા નિર્માણમાં ગેરરીતિનો આક્ષેપ
સીસીટીવીના આધારે બેગની શોધખોળ: 18 તોલા સોના ચાંદીના દાગીના ભરેલી બેગ બસ સ્ટેન્ડમાંથી ગુમ થયાની ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે મામલે પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. એસટી બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક અન્ય પેસેન્જર આ 18 તોલા સોના ચાંદીના ભરેલું બેગ લઈને રાજકોટથી અમદાવાદ જતી બસમાં બેઠો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક આ બસનો પીછો કરવામાં આવ્યો હતો. લીમડી ખાતે આ બસને ઉભી રાખવામાં આવી હતી. બસમાં તપાસ કરવામાં આવતા આ બેગ મળી આવી હતી.
આ પણ વાંચો: Vadodara Crime: એક કે બે નહીં પણ 120 કાર ચોરનારને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો
ભુલથી અન્ય પેસેન્જર બેગ લઈ ગયો: જ્યારે લીમડી ખાતે બસમાં અન્ય પેસેન્જર દ્વારા આ બેગ ભૂલથી પોતાનું સમજીને લઈ આવ્યો હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું. જ્યારે પોલીસે આ બેગમાં રહેલા દાગીનાની ખરાઈ કરી હતી અને તમામ મુદ્દામાલ ચેક કર્યો હતો. પોલીસે 18 તોલા સોનાના દાગીના ભરેલી બેગ ગણતરીની કલાકોમાં જ શોધી મૂળ માલિક એવા જીતુદાન ગઢવીને પરત કરવામાં આવી હતી.