રાજકોટઃ રાજ્યમાં હવે જાણે પેપર ફૂટવાની(Paper Exploded in Gujarat) મોસમ ખીલી હોય એમ અગાઉ સરકારી નોકરી માટેના હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો. જ્યારે હાલ આ મામલે પોલીસ દ્વારા દરરોજ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ હોય ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ દ્વારા યુનિવર્સિટીની પરીક્ષાના પેપર ફૂટ્યાનો દાવો(Paper Exploded at Saurashtra University) કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પણ રજુઆત કરવામાં આવી હતી. તેમજ કુલપતિ દ્વારા પણ યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફૂટ્યા અંગેની તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
B.Com સેમેસ્ટર 3ની પરીક્ષાનું પેપર ફૂટ્યું
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર 3ની પરીક્ષા પણ શરૂ છે. યુનિવર્સિટીમાં પરીક્ષાનો ટાઈમ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો છે. યુનિવર્સિટીના B.Com સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર(B.Com Semester 3 Paper Burst in Saurashtra University) હતું. જે પેપર 10 વાગ્યાના સમય કરતાં 1 કલાક વહેલું સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યું હતું. જે પેપર આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતાઓના હાથમાં આવ્યું હતું. જ્યારે આ સમય પહેલા પેપર વાયરલ થતાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા સમગ્ર મામલે કુલપતિને આવેદનપત્ર આપીને જાણ કરી હતી.
કુલપતિ દ્વારા તપાસના આદેશ
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના પ્રમુખ સુરજ બગડાના હાથમાં B.Com સેમેસ્ટર 3ના ઇકોનોમિકનું પેપર આવ્યું હતું. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ(Chancellor of Saurashtra University), ડો. નીતિન પેથાણી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટ પણ પેપરના સમય કરતાં અગાઉના હોય તે પણ કુલપતિને આપવામાં આવ્યા હતા.જો કે, સમગ્ર મામલે કુલપતિ નીતિન પેથાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Survey Of Saurashtra University: શું તમને કોઈના મૃત્યુથી લાગે છે ભય....