ETV Bharat / state

વડાપ્રધાન મોદીના નામે સંગઠન ચલાવનાર ફ્રોડ યુવકની પોલીસે કરી ધરપકડ

વડાપ્રધાનના નામે સંગઠન ચલાવી લોકોને ભરમારવીને તેમની પાસેથી પૈસા પડાવતા અને છેતરપિંડી કરતા એક વ્યક્તિને જામકંડોરણા પોલીસે પકડી પાડ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના નામે યુવા સંગઠન બનાવીને મહિલાઓને મશીન આપવાના નામે તેમની પાસેથી પૈસા ઉઘરાવતો હતો.

author img

By

Published : Nov 24, 2020, 10:38 PM IST

rajkot
rajkot

- સિલાઈ મશીન આપવાના નામે 650 રૂપિયા જેટલી રકમ ઉઘરાવવા આવતી

- પોલીસ તપાસમાં જામકંડોરણા ઉપરાંત સુરત, કલ્યાણપુર, વીરપુર ધ્રાંગધ્રા, જામનગર શહેરોમાં છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું

- મોદી યુવા સંગઠન નામની સાવ ખોટી સંસ્થા ઉભી કરવામાં આવી

-જામકંડોરણામાંથી જ અંદાજિત 83000 રૂપિયા ગરીબ મહિલા પાસેથી ઉઘરાવ્યા

રાજકોટઃ વડાપ્રધાનના નામે સંગઠન ચલાવી લોકોને ભરમારવીને તેમની પાસેથી પૈસા પડાવતા અને છેતરપિંડી કરતા એક વ્યક્તિને જામકંડોરણા પોલીસે પકડી પાડ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના નામે યુવા સંગઠન બનાવીને તેના લેટરપેડ બનાવીને લોકોને સહાય કરવાના નામે નાની બેરોજગાર મહિલાઓ પાસેથી મોટી રકમની છેતરપિંડી કરતું હતું.

વડાપ્રધાન મોદીના નામે સંગઠન ચલાવનાર ફ્રોડ યુવકની પોલીસે કરી ધરપકડ

થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક ફરિયાદ થઇ હતી. જેમાં જામકંડોરણામાં મોદી યુવા સંગઠન નામની સંસ્થા જરૂરિયાત મંદ મહિલા હોયઓને માત્ર ટોકન રૂપિયા લઈને સિલાઈ મશીન આપવા અને સાથે જેને જરૂરિયાત હોય તેને આર્થિક મદદ કરવાના નામે છેતરપિંડી થતી હોવાનો ઉલ્લેખ છે. આ સંસ્થા દ્વારા રાજકોટના જામકંડોરણામાં અનેક મહિલાઓ પાસેથી સિલાઈ મશીન આપવાના નામે 650 રૂપિયા જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી અને પછી આ રૂપિયા હજામ કરીને કોઈપણ જાતના સિલાઈ મશીન પણ આપવામાં આવેલ ન હતા.

મોદી યુવા સંગઠન નામની ખોટી સંસ્થા ઉભી કરી

અમદાવાદના યુવરાજ સિંહ જૂજીયા નામના ચીટરે મોદી યુવા સંગઠન નામની સાવ ખોટી સંસ્થા ઉભી કરી હતી. મોદી યુવા સંગઠન નામની સંસ્થામાં જામકંડોરણાના જયાબેન વેકરીયાને નિમુણક આપી અને પછી આ જ સંસ્થા હેઠળ જરૂરિયાત મંદ મહિલાઓને સિલાઈ મશીન આપવાની લાલચ આપીને મહિલાઓ પાસેથી 650 રૂપિયાનું ઉઘરાવવામાં આવતા હતાં. જામકંડોરણામાંથી જ અંદાજિત 83000 રૂપિયાની ઉઘરાણી કરા રકમ મેળવી હતી. નાની નાની ગરીબ મહિલાઓ પાસેથી નાણા ઉઘરાવતાં હતા.જયારે જયાબેન પાસે પૈસા આપ્યા બાદ આ મહિલાઓએ સિલાઈ મશીનની ઉઘરાણી કરી ત્યારે જયાબેને ચીટર યુવરાજ સાથે વાત કરવા ફોન કર્યો હતો. પરંતુ ચીટર યુવરાજે ફોન બંધ કરી દીધો હતો. ત્યાર બાદ જયાબેને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

પ્રાથમિક પોલીસ તપાસમાં અન્ય શહેરોમાં પણ છેતરપીંડી કર્યાનું સામે આવ્યું

જામકંડોરણા પોલીસે યુવરાજને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ચીટર યુવરાજે પ્રાથમિક પૂછપરછમાં જામકંડોરણા ઉપરાંત સુરત, કલ્યાણપુર, વીરપુર ધ્રાંગધ્રા, જામનગર વગેરે શહેરોમાં પણ આ રીતે છેતરપિંડી કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.