રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, શહેરમાં આવેલી તમામ ચા અને પાનની દુકાનોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાને લીધે દુકાનોમાં લોકોને ફક્ત પાર્સલ જ મળી શકશે, તેમને દુકાનમાં એકસાથે મોટી સંખ્યામાં ઉભા રહેવા દેવામાં આવશે નહીં.
જે દુકાને લોકોના ટોળે વળેલા દેખાશે તે દુકાનો મનપા ટીમ દ્વારા બંધ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઇને મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.