- સોનાના દાગીના પર લગાવવામાં આવતા હોલમાર્કને લઈને નવા નિયમો જાહેર
- હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ
- સોની વેપારીઓને ભારે હાંલાકી
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર લગાવવામાં આવતા હોલમાર્કને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, ત્યારે આ નવા નિયમોને લઈને દેશમાં ઠેર-ઠેર સોની વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ સોની વેપારીઓને ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે, ત્યારે આવી જ સમસ્યા રાજકોટના સોની બજાર(market)માં જોવા મળી રહી છે. અત્યાર સુધી સોની વેપારીઓ જુના કાયદા મુજબ હોલમાર્ક કરી સોનાના ઘરેણાનું વહેંચાણ કરતા હતા પરંતુ હોલમાર્કના નવા નિયમોને લઈને સોની વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં
સરકાર દ્વારા હોલમાર્ક પદ્ધતિ ઓનલાઇન કરવામાં આવી જાહેર
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં હોલમાર્કને લઈને નવા કાયદા મુજવ ઓનલાઇન પદ્ધતિથી દાખલ કરવામાં આવી છે. જેના કારણે સોની વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. જ્યારે હોલમાર્ક માટેની ઓનલાઇન પ્રોસેસ દરમિયાન વેબસાઈટ ખુલવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. જ્યારે હોલમાર્કમાં જટિલ પ્રક્રિયાના કારણે રાજકોટ સહિત દેશભરમાં સોની વેપારીઓમાં વિરોધનો શૂર જોવા મળી રહ્યા છે. હોલમાર્કના આ નવા નિયમોના કારણે હોલમાર્ક સેન્ટરમાં પણ 5 ગણું કામ ઓછું થવા લાગ્યું છે. જ્યારે અગાઉ એક દિવસમાં 500થી વધુ દાગીના પર હોલમાર્કની મોહર લાગતી જે હવે માંડ ઘટીને 100 સુધી પહોંચી છે.
આ પણ વાંચો: રાજકોટની સોની બજારમાં BIS દ્વારા ચકાસણી હાથ ધરાઈ, સોની વેપારીઓમાં ભયનો માહોલ
3 લેબમાં હાલ ટ્રાયલ બેઝ કામ શરૂ
હોલમાર્કના નવા નિયમથી સૌરાષ્ટ્રમાં માત્ર 3 લેબમાં જ ટ્રાયલ બેઝ કામ ચાલુ છે, ત્યારે આ અંગે રાજકોટ સોની બજારના ગોલ્ડ ડિલર્સ એસોસિએશન(Gold Dealers Association)ના પ્રમુખ ભાયાભાઈ સોનીએ જણાવ્યું હતું કે, નવા નિયમ જાહેર બાદ હોલમાર્ક પ્રક્રિયા માટે અલગથી માણસો રાખવા પડે છે. તેમજ નવા નિયમના કારણે વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારને અનેક રજૂઆત બાદ પણ સરકારનો નિર્ણય યથાવત છે, ત્યારે આ અંગે ગઈકાલે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રભરના સોની વેપારીઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ અંગે વિશેષ ચર્ચા પણ કરવામાં આવી હતી.
વર્ષ 2004થી હોલમાર્ક કાર્યરત થયું
હોલમાર્કની વાત કરવામાં આવે તો તે વર્ષ 2004થી કાર્યરત થયું છે, ત્યારથી હોલમાર્ક અંગે છેલ્લા 15 વર્ષથી રાજકોટ સહિતની સોની બજારોમાં કામ શરૂ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અગાઉ હોલમાર્ક માટે 25થી 30 જેટલી લેબ હતી. જે આજે ઘટીને 15થી 18 જેટલી થઈ છે. જ્યારે હવે એચયુઆઇડીનો નવો નિયમ હોલમાર્ક કાયદામાં દાખલ કરવામાં આવતા સોની વેપારીઓનવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને રાજકોટ સહિત ઠેર-ઠેર સોની વેપારીઓ બેઠક યોજી રહ્યા છે.