ETV Bharat / state

રાજકોટ: ગોંડલના 9 દિવ્યાંગ બાળકોના પરિવારની અધિકારીઓએ મુલાકાત લીધી

ગોંડલ: છેલ્લા ઘણા વર્ષોથી રહેતા ગરીબ રત્નાભાઈ અને દુધીબેનના પરિવારમાં 9 જેટલા બાળકો મનોદિવ્યાંગ હોવાની સાથે તેમનો ઉછેર ભીક્ષાવૃતિ કરીને કરવામાં આવતો હોવાના અહેવાલો મીડિયામાં ચમક્યા હતા. ત્યારે ગોંડલના 9 દિવ્યાંગ પરિવારની મુલાકાત લેવા ગોંડલના ધારાસભ્ય તેમજ મામલતદાર અને સમાજ સુરક્ષાના અધિકારીઓ પહોંચ્યા હતા.

Gondal
Gondal
author img

By

Published : Nov 29, 2019, 7:44 PM IST

ગોંડલ નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સન્ડે સલામ ડેના કાર્યક્રમ દરમિયાન આ કિસ્સો બહાર આવતા ખૂદ પાલિકા સદસ્ય પણ ચોંકી ઉઠ્યાં હતાં. આ બનાવની જાણ સમાજ સુરક્ષા વિભાગ સહિતનાઓને કરી હતી. જેમને કારણે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, મામલતદાર સ્ટાફ નગરપાલિકા સદસ્યો દિવ્યાંગ પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતાં.

ગોંડલના 9 દિવ્યાંગ બાળકોના પરિવારની મુલાકાત લેતા અધિકારીઓ

આ સાથે જ તેમને સરકારની વિવિધ સહાય ચૂકવવાની ખાત્રી આપી હતી, પરંતુ આ પરિવાર પાસે મનોદિવ્યાંગનું ડોક્ટરી સર્ટી ન હોવાની વિગતો જાણવા મળી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પરિવારના મનોદિવ્યાંગ બાળકોનું તબીબી પરીક્ષણ આવતી કાલે સ્થળ પર જ થશે અંતે તેમને વિવિધ સહાય કરવાનું જણાવ્યું હતું.

સરકાર સેવાસેતુના નામે ઘેર-ઘેર આરોગ્યની ટીમો દોડાવે છે. તેમ છતાં ગોંડલમાં છેલ્લા વીસ વર્ષથી રહેતા આ ગરીબ પરિવારના મનોદિવ્યાંગ બાળકો અને તેમના પરિવારની કફોડી હાલત આજ દિવસ સુધી તંત્રની નજરે કેમ ન આવી તેવા પણ સવાલો અહી ઉઠ્યા છે.

Intro:એન્કર :- ગોંડલ ના 9 દિવ્યાંગ પરિવાર ની મુલાકાત લેતા ગોંડલ ના ધારાસભ્ય - મામલતદાર અને સમાજ સુરક્ષા ના અધિકારીઓ.

વિઓ :- ગોંડલમાં છેલ્લા ઘણાં વર્ષોથી રહેતા ગરીબ રત્નાભાઈ અને દુધીબેનના પરિવારમાં 9 જેટલા બાળકો મનોદિવ્યાંગ હોવાની સાથે તેમનો ઉછેર ભીક્ષાવૃતિ કરીને કરવામાં આવતો હોવાના અહેવાલો અખબારો અને મીડિયામાં ચમક્યા હતા ગોંડલ નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સન્ડે સલામ ડેના કાર્યક્રમ દરમિયાન આ કિસ્સો બહાર આવતા ખૂદ પાલિકા સદસ્ય પણ ચોંકી ઉઠ્યાં હતાં.આ બનાવની જાણ સમાજ સુરક્ષા વિભાગ સહિતનાઓને કરી હતી જેમને કારણે સમાજ સુરક્ષા વિભાગ ના અધિકારીઓ - ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા જાડેજા - મામલતદાર સ્ટાફ - નગરપાલિકા સદસ્યો દિવ્યાંગ પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતાં.આ સાથે જ તેમને સરકાર શ્રીની વિવિધ સહાય ચૂકવવાની ખાત્રી આપી હતી પરંતુ આ પરિવાર પાસે મનોદિવ્યાંગનું ડોક્ટરી સર્ટી ન હોવાની વિગતો જાણવા મળી હતી અધિકારીઓના જણાવ્યા મુજબ આ પરિવારના મનોદિવ્યાંગ બાળકોનું તબીબી પરીક્ષણ આવતી કાલે સ્થળ પર જ થશે અંતે તેમને વિવિધ સહાય કરવાનું જણાવ્યું હતું.

સરકાર સેવાસેતુંના નામે ઘેર ઘેર આરોગ્યની ટીમો દોડાવે છે.તેમ છતાં ગોંડલમાં છેલ્લા વીસ વીસ વર્ષથી રહેતા આ ગરીબ પરિવારના મનોદિવ્યાંગ બાળકો અને તેમના પરિવારની કફોડી હાલત આજ દિવસ સુધી તંત્રની નજરે કેમ ન આવી તેવા પણ સવાલો અહી ઉઠવા પામ્યાં છે.Body:બાઈટ - ૦૧ - ગીતાબા જાડેજા (ધારાસભ્ય, ગોંડલ)

બાઈટ - ૦૨ - રાજેન્દ્રસિંહ જાડેજા (ગોંડલ નગરપાલિકા સદસ્ય)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.