રાજકોટઃ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર બાદ સાંજે રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા. આ દરમિયાન તેમને રાજકોટ જિલ્લા કલેકટર, મનપા કમિશનર તેમજ આરોગ્ય અધિકારીઓ સાથે કોરોનાને લઈને રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન અચાનક રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જિલ્લા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ આરોગ્ય સચિવને કોરોના અંગે રજુઆત કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે તેમને બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધા હતા. ઉલ્લેખનીય છે કે વશરામ સાગઠિયા રજૂઆત કરેલ તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવતા કોંગી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.