રાજકોટ : ભાજપના સાંસદ રમેશભાઈ ઘડુક ખેડૂતોની વહારે આવ્યા છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો કે, ઘેડ વિસ્તારમાં નુકશાનને લઈને ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે. તેમજ વધુમાં રમેશભાઈ ધડુકે જણાવ્યું કે, એક મહિનાથી સતત વરસાદને લઈને ઘેડ વિસ્તારના ગામડાઓમાં પાકને નુકશાન થયું છે.
પોરબંદર, કુતિયાણા, માંગરોળ અને કેશોદ વિસ્તારના ગામડાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયા છે. ભાદર, વેણુ, મોજ, ઓજત, મીણસાર, સારણ અને મધુવતી ડેમના પાણી છોડતા સૌથી વધુ પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં નુકશાન થયું છે. તેમણે આ નુકસાનને લઇને વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.