ETV Bharat / state

Liquor cought: રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરા પોલીસે ઝડપ્યો, 31 લાખનો દારૂ જપ્ત - વડોદરા પોલીસ

દારૂબંધી વાળા ગુજરાતમાં જાણે કે વિદેશી દારૂની બહુ માંગ હોય તેમ અવાર-નવાર ગુજરાતમાં ઘુસાડાતો ભારે માત્રામાં વિદેશી દારૂ ઝડપાતો રહે છે. ત્યારે ફરી એક વાર ગુજરાત પોલીસના હાથમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે.

વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરા પોલીસે ઝડપ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 1:56 PM IST

વડોદરા: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપરથી વડોદરા જિલ્લા લોકલ કાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હરીયાણાથી રાજકોટ લઇ જવાતો ૩૧.૧૭ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ૫૭૫ પેટી દારૂ કબ્જે કરીને ટેમ્પો ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: જિલ્લા લોકલ કાઈમ બ્રાંચના પી.આઈ.કૃણાલ પટેલે આ અંગે જણાવ્યુંહતું કે, મંજુસર પોલીસ મથકની હદ વિસ્તારમાં એલસીબીના પીએસઆઇ આર.બી.વનાર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટીમના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, દેવરાજ સિંહ અને સિધ્ધરાજ સિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, એક આઇસર ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા થઇ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર થઇ રાજકોટ તરફ જનાર છે. આ આઇસર ગાડી દુમાડ ચોકડી થઇ એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા તરફ આવી રહી હતી ત્યારે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે વડોદરાથી અમદાવાદ તરફના ટ્રેકના ટોલબુથ પર વોચ ગોઠવી દીધી હતી. જે દરમિયાન બાતમીવાળી આઇસર ગાડી ટોલબુથ ઉપર આવતા પોલીસે તેને કોર્ડન કરી ઉભી રાખી હતી અને આઇસર ગાડીના ચાલકની પુછપરછ અને તપાસ કરતા ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્યો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે આઈસર ચાલક તોફીક રોજદાર મેવની અટકાયત કરી હતી.

ટેમ્પોમાં 31 લાખથી વધુનો દારૂ: લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપરથી આઇસર માંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડની કુલ રૂપિયા ૩૧,૧૭,૬૦૦ની કિંમતની ૫૭૫ દારૂની પેટીઓ મળી આવી હતી. એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક મોબાઇલ ફોન, આઈસર ગાડી સહીત કુલ ૪૧,૨૭, ૬૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પંજાબથી રાજકોટ પહોંચાડવાનો હતો દારૂ: વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આઇસર ચાલકની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાના શાહિદ રમજાન મેવે નામના વ્યક્તિએ પંજાબના લુધીયાણા પાસે આવેલા એક ઢાબા ઉપરથી તેને આપ્યો હતો. અને આ દારૂભરેલ આઇશર ગાડી રાજકોટ પહોંચવાનું જણાવ્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની રેલમછેલ: હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ફરી એક વખત બુટલેગરો સક્રિય થયા છે. મોટાપાયે પરપ્રાંત માંથી દારૂ ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે. નવયુવાન પેઢીને ખતમ કરવાનો આ એક વેપલો છે એટલું જ નહીં પરંતુ દરેક તહેવારોમાં વિદેશી શરાબના નશા કરીને તહેવારની ઉજવણી કરવાનું ખોટું ચલણ આજની પેઢી કરી રહી છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને બીજી તરફ દારૂની રેલમેલ પણ છે ગુજરાતમાં જ જોવા મળી રહે છે. ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ઇસમો સામે અને આવો વેપલો કરનાર ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાય તેવી લોકોમાંગ ઉઠવા પામી છે.

  1. વડોદરામાં પુષ્પા સ્ટાઈલથી દારૂની હેરફેર, કરજણ નજીક ટેમ્પોના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપાયો
  2. Fake Police : લ્યો નવા વર્ષે નકલી પોલીસ રેડ ! વડોદરામાં બોગસ પોલીસ બની રેડ પાડતા ત્રણ ઈસમો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.