જન્માષ્ટમીના તહેવારનું દેશમાં ખાસ મહત્વ હોય છે. તેમાં પણ રાજકોટમાં જ્યારે જન્માષ્ટમીનો તહેવાર આવે ત્યારે એક અલગ જ માહોલ જોવા મળે છે.
રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો યોજાય છે. બીજી તરફ સૌરાષ્ટ્રના લોકો પણ તહેવારના માહોલમાં બહાર ફરવા જાય છે. ત્યારે, આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઔધોગિક એકમોમાં 8 દિવસનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જેને લઈને રાજકોટની આજી GIDC, મેટોડા GIDC, શાપર વેરાવળમાં આવેલી GIDCમાં 21 ઓગષ્ટથી 28 ઓગષ્ટ સુધી મીની વેકેશન રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત ઔધોગિક એકમોમાં હાલ મંદી હોવાનું પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે.