- દિવાળીના તહેવારને લઈને ધોરાજી ખાતે પોલીસ અને વેપારીઓની બેઠક મળી
- પોલીસને જાણ કરવામાં આવશે તો ઇન્ચાર્જ PI વસાવા ગ્રાહકોને પોતાના ઘર સુધી સુરક્ષા આપશે
- ધોરાજીના તમામ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે
રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
ગ્રાહકોને સુરક્ષા આપશે પોલીસ
ઈન્ચાર્જ PI શૈલેષ વસાવાએ જણાવ્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચનાથી વેપારીઓની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને વેપારીીઓને જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે સોનાનું વેચાણ કરતા હોય ત્યારે શહેરમાં કોઈ ચીલ ઝડપનો બનાવ ન બને તે હેતુથી તમને પોલીસ સુરક્ષા આપશે. જે ગ્રાહકો સોનાવી ખરીદી કરવા માટે આવ્યા હશે, તેમને સોનીની દુકાનથી તેમના નિવાસસ્થાન સુધી પોલીસ સુરક્ષા આપશે.