ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: ખેતરોમાં 33 ટકા પાક તૈયાર પડ્યો છે, પરંતુ બજારો બંધ... - કિસાન સંઘના પ્રમુખ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે અને લોકડાઉનના કારણે બજારો પણ સંપૂર્ણ બંધ છે. ત્યારે રાજકોટ સહિત રાજ્યમાં રવીપાકની લણણીનો ઉત્તમ સમય માર્ચ-એપ્રિલ માનવામાં આવે છે. પરંતુ લોકડાઉનના કારણે 21 દિવસનું બંધ છે જેના કારણે બજારો પણ સંપૂર્ણ બંધ છે જ્યારે કેટલાક યાર્ડ પણ સ્વૈચ્છિક બંધ છે. જેની સીધી અસર હાલ ખેતરમાં તૈયાર થયેલા પાક પર પડી રહી છે.

કોરોના ઇફેક્ટ: ખેતરોમાં તૈયાર 33 ટકા પાક ખેતરોમાં તૈયાર પડ્યો પરંતુ બજારો બંધ

author img

By

Published : Apr 5, 2020, 5:51 PM IST

રાજકોટઃ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્ચ એપ્રિલ મહિનામાં લગભગ રવીપાક સંપૂર્ણ તૈયાર થઈ જાય છે અને બજારમાં આવવા માંડે છે. પરંતુ લોકડાઉનની અસરને પગલે ખેતરમાં રહેલ મજૂરો પણ પોતાના વતનમાં ફરી જતા રહ્યા છે, જ્યારે રાજકોટ જિલ્લામાં હજુ પણ 30થી 35 ટકા ખેડૂતોનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. પરંતુ બજારો બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ બંધ છે તો ખેડૂતો પોતાનો માલ કેવી રીતે યાર્ડ સુધી લઈને આવે, જ્યારે હાલ સૌરાષ્ટ્રના મોટભાગના યાર્ડ પણ આવી પરિસ્થિતિમાં બંધ રાખવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ સારો થયો હીવના કારણે રવીપાક મબલખ થયો છે, પરંતુ કુદરતી આફત સામે ફરી એકવાર ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાયા છે, અગાઉ પણ માવઠું થયું હતું ત્યારે રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડુતોની મગફળી કપાસ જેવા પાક સંપૂર્ણ નાશ પામ્યા હતા, જ્યારે હાલ પણ પાક તૈયાર છે. પરંતુ બજારો બંધ હોવાના કારણે ખેડૂતોના પાક બજારમાં પડ્યા-પડ્યા સડી જવાની ભીતિ સર્જાઈ રહી છે.

કોરોના ઇફેક્ટ: ખેતરોમાં તૈયાર 33 ટકા પાક ખેતરોમાં તૈયાર પડ્યો પરંતુ બજારો બંધ

જ્યારે લોકડાઉન પણ પૂર્ણ થશે ત્યારે એકીસાથે યાર્ડમાં ખેડૂતો પોતાનો માલ લઈને ઉમટી પડશે એવા સમયે પણ ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ પણ નહીં મળે, કારણે કે એક તરફ ચાલુ વર્ષે મબલખ પાક છે, જ્યારે બીજી તરફ બજારો બંધ છે. એટલે ખેડૂતોનો તૈયાર પાક હાલ ખેતરોમાં એમનો એમ જ છે. હવે જ્યારે લોકડાઉન પૂર્ણ થશે એટલે બજારો ખૂલશે અને તમામ ખેડૂતો પોતાના પાક લઈને યાર્ડ ખાતે પહોંચશે.

જેને લઈને યાર્ડમાં પણ અલગ-અલગ નવો પાક આવશે. પરંતુ ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળશે નહીં, જ્યારે બીજો પાક લેવાઈ પણ મોસમ પણ જતી રહેશે, એટલે કે નાણાંના અભવે નાછૂટકે નજીવા ભાવમાં ખેડૂતોને પોતાનો માલ યાર્ડમાં વહેંચવો પડશે.

આમ ખેડૂતને હાલ સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. આ સાથે જ કિસાન સંઘના નેતાએ આ અંગે યોગ્ય નિર્ણય લેવાની સરકારને માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.