રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના નગર સેવક કોંગી કોર્પોરેટર વિજય વાંકના પિતાજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાત મંદ લોકોને મદદ મળી રહે તે માટે 2500 જેટલા પરિવારોને વિનામૂલ્યે નાસ લેવાના મશીન આપવામાં આવ્યા છે.
હાલ કોરોનાની મહામારી દરમિયાન સંક્રમિત દર્દીઓને શ્વાસની તકલીફ ઊભી થાય છે. તેવામાં ડૉક્ટર પણ નાસ લેવાની સલાહ આપે છે. જ્યારે અમુક વાર સામાન્ય લક્ષણવાળા દર્દીઓને પણ ડૉક્ટર ઘરે જ નાસ લેવાની સલાહ આપે છે. એવામાં લોકો દેશી ઉપાય વડે નાસ લેતા હોય છે, ત્યારે વિજય વાંક દ્વારા પોતાન વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને નાસના મશીન આપવામાં આવ્યા હતા. આ સાથે જ કોંગી કોર્પોરેટરે લોકોને અપીલ કરી હતી કે, કોરોના મહામારી વચ્ચે આરોગ્યની જાનવણી રાખે અને પોતાના આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વિજય વાંક દ્વારા પોતાના વિસ્તારના લોકો માટે અનેક સેવા યજ્ઞ યોજવામાં આવ્યા હતા.