રાજકોટ: જિલ્લાના જેતપુર શહેરમાં લોકડાઉન દરમિયાન અનેક બેદરકારી સામે આવી છે. જેતપુરના હ્ર્દય ગણી શકાય તેવા તીનબતી ચોક, સ્ટેન્ડ ચોક, તેમજ સરદાર ચોકમાં પોલમપોલ ચાલી રહી છે, કારણ કે હોમગાર્ડ જવાનો પાસે પૂર્ણ યુનોફોર્મ નથી.
જ્યારે બીજી બાજુ ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક સમસ્યા હલ કરવાની બદલે બાઇક પર બેસી મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને પોલીસ પોતે જ કાયદાનો ભંગ કરી રહી છે.
જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ આ બાબતે અજાણ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય માણસને દંડે એ પહેલા પોલીસ જ આ નિયમોનું પાલન નથી કરી રહી.