રાજકોટ: સમગ્ર ભારતમાં ફેલાયેલા કોરોના વાઈરસને રોકવા માટે ગુજરાત સહિતના રાજ્યોની પોલીસ પ્રજાજનોને ઘરમાં રહેવા માટે તકેદારીના ભાગરૂપે જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. ઉપરાંત લોકોને ઘરમાં રહીને પણ જીવન-જરૂરીયાત તથા મેડિકલ સહિતની વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં અમુક અસામાજિક તત્વો દ્વારા પાસનો દુરુપયોગ કરવાની ઘટનાઓ સમગ્ર ગુજરાતમાં સામે આવી રહી છે.
જેતપુર પોલીસ સ્ટાફ આજરોજ સાંજના સમયે શહેર વિસ્તારમાં બિનજરૂરી અવર-જવર કરતા વાહનોના ચેકીંગમાં હતાં. તે દરમિયાન ત્યાંથી પસાર થતા ધ્રુવિલ વિજયકુમાર રામાણી (ઉ.વ.21) રહે. દેસાઈ વાડી, જેતપુરનાઓને તપાસતા તેઓ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હોવાથી જેતપુર મેડિકલ એસોસિએશન દ્વારા અપાયેલ પાસ સાથે સેવાના નામે તેઓ પાસેથી શહેર વિસ્તારમાં માવા, બીડી, તંબાકુનો જથ્થો ઝડપાતા તેમની વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મેડિકલ એસોસિએશનનો પાસ લઈને જેતપુરમાં માવા, તંબાકુ વેચતા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો - મેડિકલ એસોસિએશનનો પાસ લઈને જેતપુરમાં માવા, તંબાકુ વેચતા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો
જેતપુર પોલીસ દ્વારા સેવાનાં નામે ગોરખધંધા કરતાં એક યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
![મેડિકલ એસોસિએશનનો પાસ લઈને જેતપુરમાં માવા, તંબાકુ વેચતા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6742636-954-6742636-1586531351127.jpg?imwidth=3840)