ETV Bharat / state

રાજકોટમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો રોડ-શૉ, રેસકોર્ષમાં રાજકીય સંવાદ - Rajkot BJP Leader

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (J P Nadda Rajkot Visit) મંગળવારે તા.20 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ છેલ્લા કેટલાક સમયથી મોટા નેતાઓને ગુજરાત (Rajkot J.p. Nadda Road Show) મુલાકાત કરાવીને મતદારોને રીઝવવા માટે (gujarat Assembly Election 2022) પ્રયાસ કરી રહ્યો છે. રાજકોટના એરપોર્ટ પર ભાજપના નેતાઓ થકી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરાશે. રાજકોટ બાદ તેઓ મોરબીની મુલાકાત લેશે.

રાજકોટમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો રોડ-શૉ, રેસકોર્ષમાં રાજકીય સંવાદ

author img

By

Published : Sep 19, 2022, 9:55 PM IST

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પીયુષ ગોયલે ગુજરાતની મુલાકાત કર્યા બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (J P Nadda Rajkot Visit) જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં આવીને તેઓ ભાજપના (Rajkot J.p. Nadda Road Show) નેતાઓ સાથે બેઠક કરશે. મંગળવારે (gujarat Assembly Election 2022) બપોરને સમયે 1.00 વાગ્યે જે.પી.નડ્ડા રાજકોટના એરપોર્ટ પર આવશે. રાજકોટ શહેર ભાજપ તરફથી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

એરપોર્ટ પર રાસઃ એરપોર્ટ પાસે નડ્ડાના સ્વાગત માટે ખાસ રાસગરબા મંડળીને જવાબદારી સોંપાઈ છે. આ સાથે સિદ્દી બાદશાહનું નૃત્ય અને ફૂલહાર સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનું સ્વાગત કરાશે. એરપોર્ટથી નડ્ડાનો રોડ શૉ યોજાશે. જેનું સમાપન રેસકોર્ષ મેદાન ખાતે થશે. જ્યાં જે.પી. નડ્ડા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધશે. આ પછી તેઓ મોરબી જિલ્લામાં જવા માટે રવાના થશે. મોરબીમાં પણ રોડ શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ પરતઃ મોરબીમાં કાર્યક્રમ કર્યા બાદ તેઓ રાજકોટ પરત આવશે. એ પછી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. નડ્ડાની રેસકોર્ષ ખાતેની સભામાં રાજ્યના તમામ નગરપાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15000થી વધારે નેતાઓ ખાસ હાજરી આપશે. રાજકોટમાં એમની મુલાકાતને પગલે એક ખાસ સન્માન સમારોહનું પણ આયોજન કરાયું છે. રાજકોટમાં એમના આગમનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા જ સૌરાષ્ટ્રમાં મોટા કહેવાતા નેતાઓની યુદ્ધના ધોરણે મુલાકાત શરૂ થઈ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.