- રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જણસીઓથી ઉભરાયું
- ઘઉં, ચણા, જીરું સહિતની નવી આવક નોંધાઈ
- ખેડૂતોએ શિયાળુ પાક સારા એવા પ્રમાણમાં લીધો
રાજકોટ : માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની મબલક આવક થઇ છે, આ વર્ષે સારા ચોમાસાને પગલે ખેડૂતોએ શિયાળુ પાક પણ સારા એવા પ્રમાણમાં લીધો છે, જેમાં આ વર્ષે ઘઉં, જીરું, ચણા, લસણ અને રાયડો સહિતના પાકોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે, જેને પગલે બેડીયાર્ડ નવી જણસીઓની આવકથી ઉભરાઈ રહ્યું છે.
ઘઉંના ભાવ એકંદરે 350 રૂપિયાથી 470 રૂપિયા
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાના સારા વરસાદથી શિયાળુ ઉત્પાદન વધવાથી યાદમાં ઘઉંના ઢગલા ખડકાયા છે. ઘઉંની લગભગ 4 હજાર બોરીથી વધુની પ્રારંભિક આવક નોંધાઈ છે. તો ધાણાની 48,000 બોરી જેટલી આવક નોંધાઈ છે. ઘઉંના ભાવ એકંદરે 350 રૂપિયાથી 470 રૂપિયા સુધી બોલાય રહ્યાં છે. તો ધાણા એક મણના ભાવ 1100થી 1600 રૂપિયા જેટલા બોલાયા છે. જીરુંની 7400 કવિન્ટલ આવક નોંધાઈ છે. જીરાનો ભાવ 2000 રૂપિયાથી લઈને 2500 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યો છે. તો ચણાના ભાવ 800 રૂપિયાથી 900 રૂપિયા સુધીના બોલાયા છે.
આ પણ વાંચો : રાજકોટમાં કોરોના બ્લાસ્ટ, મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ આવ્યા કોરોના પોઝિટિવ