ETV Bharat / state

કેબિનેટ પ્રધાન બાવળિયાએ જસાપરમાં પેટા આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો - JASHDAN

રાજકોટઃ જસદણના જસાપર ગામમાં 20 લાખના ખર્ચે બનાવાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનો રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પ્રારંભ કરાવ્યો હતો.

author img

By

Published : Jun 28, 2019, 2:46 PM IST

જસાપરમાં બનાવાયેલ પેટા આરોગ્ય કેન્દ્ર 100 ચો.મીટર જેટલી જગ્યામાં બનાવાયું છે. જેને બનાવવાનો 20 લાખ રૂપિયા ખર્ચ કરાયો છે. આ પેટાકેન્દ્ર સંપૂર્ણ સુવિધા યુક્ત બનાવાયું છે.

કેબિનેટ પ્રધાન બાવળિયાએ જસાપરમાં પેટા આરોગ્ય કેન્દ્રનો આરંભ કરાવ્યો

આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, એક્ઝામીન ટેબલ, વોટર ક્લોરિનેશન, દવાઓ અને રસીકરણની સુવિધા, માહિતી-શિક્ષણ પ્રત્યાયનો ઉપયોગ કરીને જનજાગૃતતા ફેલાવવા માટેની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા જનહિતાર્થે ઉપલ્બ્ધ કરાવાઈ છે. જેનો લાભ જસાપર ગામની 3000ની વસ્તી ઉપરાંત આસપાસના 8 ગામના લોકોને મળનાર છે.

આ પેટાકેન્દ્રનું કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ઉદ્ઘાટન કર્યું હતુ, આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે છેવાડાના માનવીને આરોગ્ય વિષયક સુવિધા યુક્ત બનાવાયું છે.

પ્રધાન બાવળિયાએ રાજ્ય સરાકરની કામગીરી લોકો સમક્ષ રજૂ કરી

આરોગ્ય વિષયક સુવિધા લોકોને ઘર આંગણે પહોંચાડવા સરકાર કાર્યરત છે. જસદણ-વિછીંયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વિકસાવવા મહત્તમ સબ આરોગ્ય કેન્દ્ર,પેટા આરોગ્ય કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે.

Intro:Body:

૨૦ લાખના નવ નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર – જસાપરનો શુભારંભ કરાવતા મંત્રી બાવડીયા

રાજકોટ: આજ રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જસાપર ગામ ખાતે કેબીનેટપ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં પેટા આરોગ્ય કેન્દ્ર – જસાપર લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટા આરોગ્ય કેન્દ્ર – જસાપરની શુભ શરૂઆત બાવળીયાએ રિબિન કાપીને કરી હતી.

પેટા આરોગ્ય કેન્દ્ર – જસાપર ૧૦૦ ચો.મી જગ્યામાં રૂ ૨૦ લાખના ખર્ચે સંપૂર્ણ સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, એક્ઝામીન ટેબલ, વોટર ક્લોરિનેશન, દવાઓ અને રસીકરણની સુવિધા, માહિતી-શિક્ષણ-પ્રત્યાયનનો ઉપયોગ કરીને જનજાગૃતિ ફેલાવવા માટેની સુવિધાઓ રાજ્યસરકાર દ્વારા જન હિતાર્થે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનો લાભ જસાપર ગામની ૩૦૦૦ ની વસ્તી ઉપરાંત આસપાસના ૮ ગામડાઓના લોકોને જેનો સીધો લાભ મળશે.

પેટા આરોગ્ય કેન્દ્ર – જસાપર લોકાર્પણ સમારોહ પ્રસંગે કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને આરોગ્ય વિષયક સુવિધા તેમના ઘર આંગણે મળી રહે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જસદણ વિંછીંયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વિકસાવવા મહત્તમ સબ આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે.આ વિસ્તારના લોકોએ હંમેશા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવી રાહ ચિંધી છે. દરેક ક્ષેત્રમાં આ તાલુકો વિકાસના નવા-નવા અનેક મુકામો હાંસલ કરી રહ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.