રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા અનેક બાબતો સામે આવી રહી છે પછી તે રાજય સ્તરે હોય કે પછી સ્થાનિક સ્તરે હોય. ત્યારે રાજકોટમાં આવેલા ઉપલેટા શહેરમાં આવેલ જાહેર માર્ગ ઉપરના જાહેર રસ્તાઓની અંદર ચૂંટણીલક્ષી બેનરો (Banners in the city of Upaleta) લગાવવામાં આવ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારોની માંગને લઈને ઉપલેટા શહેરમાં બેનરો લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક ઉમેદવારોની માંગ રાજકોટ ઉપલેટા શહેરના જાહેર માર્ગ ઉપરના જાહેર રસ્તાઓની અંદર ચૂંટણીલક્ષી બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં ભાજપ હોય કે કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારોની માંગને લઈને ઉપલેટા શહેરમાં બેનરો લાગ્યા હોવાનું સામે આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિધાનસભાના ઉમેદવારમાં સ્થાનિક ઉમેદવારને પસંદ કરી અને આયાતી ઉમેદવારને પસંદ ન કરવા બાબતને લઈને ઉપલેટા શહેરના જાહેર માર્ગોના જાહેર ચોકની અંદર તેમજ જાહેર જગ્યાઓ પર ચૂંટણી માટેના ઉમેદવાર અંગેના બેનર લાગતા રાજકીય ખળભળાટ મચી ગયો હોવાનો પણ સામે આવ્યું છે.
રાજકીય ચર્ચા આ પ્રકારના બેનરોને લઈને રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ પ્રકારના બેનરો કોને લગાવ્યા હશે અને કયા કારણસર લગાવ્યા છે. તેને લઈને પણ આ પંથકની અંદર તેમજ આ વિસ્તારની અંદર ચર્ચાએ જોર પકડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.