ETV Bharat / state

રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડનો પર્દાફાશ

author img

By

Published : Nov 24, 2019, 7:33 PM IST

રાજકોટ: તાલુકામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં થતું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા નિઃશુલ્ક નીકળતા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ માટે પૈસા વસૂલવામાં આવતાં હતાં. આ ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય ચેરમેને થતાં તેમણે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચારથી વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હાલ, પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડનો થયો પર્દાફાશ

રવિવાર સવારે રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન જયમિન ઠાકર દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં સદર બજારમાં આવેલી બહાદુર કન્યા વિદ્યાલયમાં થતું આયુષ્માન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું. ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કાર્ડ દીઠ રૂપિયા 700 વસૂલતા હતા. જ્યારે સરકાર દ્વારા આ કાર્ડ નિઃ શુલ્ક કાઢી આપવામાં આવે છે.

રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડનો થયો પર્દાફાશ

આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કેમ્પ ચલાવનાર 4થી વધુ ઓપરેટરોની સહિતના લોકોની પૂછપરછ કરી હતી. જેમાં આ આરોપીઓએ 250 જેટલાં કાર્ડ માત્ર રાજકોટમાં યોજાયેલા કેમ્પમાં કાઢ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

આ ઘટના અંગે વાત કરતાં આરોગ્ય ચેરમેને જણાવ્યું હતું કે, 'સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં જ અનેક જિલ્લાઓ આ પ્રકારની છેતરપીંડી ચાલી રહી છે. જેને નાથવા માટે તંત્ર સતર્ક થયું છે.'

Intro:રાજકોટમાં આયુષ્યમાન કાઢવાના રૂ.700, રાજ્ય વ્યાપી કૌભાંડ આવ્યું સામે

રાજકોટ: રાજકોટની સદર બજારમાં આવેલ લાલ બહાદૂર કન્યા વિદ્યાલયમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ રૂપિયા આપીને કાઢવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં વાણિયા સમાજના નામે ભરુચના ઓપરેટરો દ્વારા વિસ્તારના લોકો પાસેથી એક કાર્ડ દીઠ રૂ.700 ઉઘરાવવામાં આવતા હતા. રવિવારના દિવસે વહેલી સવારથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી. જે અંગેનો ખ્યાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય ચેરમેન જયમિન ઠાકરને આવતા તેમના દ્વારા આજે વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જાણવા મળ્યું છે કે આ ઈસમો દ્વારા 250 જેટલા કાર્ડ માત્ર રાજકોટમાં યોજવામાં આવેલ કેમ્પમાં કાઢવામાં આવ્યા છે. તેમજ તમામ લોકો પાસેથી રૂ.700 -700 લેખે ઉઘરાવવામાં આવ્યા હતા. જે કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે તે કાર્ડના લોકો પાસથી 700 રૂપિયા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. જો કે આ કૌભાંડનો પર્દાફાશ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ અહીં કેમ્પ ચલાવનાર ચાર કરતા વધારે ઓપરેટરો સહિતના લોકોની પૂછપરછ શરૂ કરી હતું. આ અંગે ઇટીવી ભારત દ્વારા આરોગ્ય ચેરમેન સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. તેમજ આ લોકો રાજકોટના નથી પરંતુ રાજકોટ બહારના હોવાનું સામે આવ્યું છે.

વન ટુ વન

જયમિન ઠાકર, આરોગ્ય ચેરમેન, રાજકોટ મનપાBody:રાજકોટમાં આયુષ્યમાન કાઢવાના રૂ.700, રાજ્ય વ્યાપી કૌભાંડ આવ્યું સામેConclusion:રાજકોટમાં આયુષ્યમાન કાઢવાના રૂ.700, રાજ્ય વ્યાપી કૌભાંડ આવ્યું સામે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.