ETV Bharat / state

રાજકોટમાં અશાંતધારાનું અમલીકરણ : CM Vijay Rupanની રહેણાંક સહિત વધુ 28 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ - Rajkot latest news

રાજકોટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)ની રહેણાંક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મિલ્કતનોની ખરીદ-વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજુરી ફરજિયાત કરવામાં આવી છે. આ સોસાયટીથી 500 મીટરની ત્રિજ્યામાં અશાંતધારો લાગુ કરવા કલેક્ટરે સીટી સર્વે કચેરીને સર્વે કરવાના આદેશ આપ્યા હતા.

જિલ્લા સેવા સદન - રાજકોટ
જિલ્લા સેવા સદન - રાજકોટ
author img

By

Published : Jul 7, 2021, 2:14 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રહેણાંક સહિત 28 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરાયો
  • મિલ્કતોની ખરીદ-વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજુરી ફરજિયાત કરાઇ
  • સોસાયટીથી 500 મીટરની ત્રિજ્યામાં અશાંતધારો લાગુ કરાયો

રાજકોટ : શહેરમાં અશાંતધારાના અમલીકરણ પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)ની રહેણાંક પ્રકાશ સોસાયટી સહિત વધુ 28 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મિલ્કતોની ખરીદ-વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજુરી ફરજિયાત કરવામાં આવી છે. શહેરની અનેક ક્રીમ સોસાયટી અશાંતધારામાં આવરી લેવામાં આવતા વિરોધ થવાની પ્રબળ શકયતા સર્જાઈ છે. આ સોસાયટીથી 500 મીટરની ત્રિજ્યામાં અશાંતધારો લાગુ કરવા કલેક્ટરે સીટી સર્વે કચેરીને સર્વે કરવાના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાશે

અશાંતધારોમાં 500 મીટરની ત્રિજયામાં મુખ્યપ્રધાનનુંં નિવાસ સ્થાન

અશાંતધારો લાગુ કરવામાં આવ્યા બાદ 500 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તાર માટે સર્વેયરો દ્રારા 6 મહિના સુધી સર્વે કરીને સોસાયટીઓની બોર્ડર અને હદ નક્કી કરવામાં આવી છે. 500 મીટરની ત્રિજયામાં મુખ્યપ્રધાનનુંં નિવાસ સ્થાન આવેલું છે.પોલીસ કમિશ્નર બંગલો, એ.જી. ઓફિસ, એ.જી. સ્ટાફ ક્વાર્ટર, ડીડીઓનો બંગલો, ડીસીપી-જેસીપીનો બંગલો, અધિક નિવાસી કલેક્ટરનો બંગલો સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેનું કામ હવે પૂર્ણ થયું છે અને જે વિસ્તાર અશાંતધારામાં સમાવેશ થાય છે તેની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ અને વડોદરાના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લંબાવાયો

500 મીટરના સર્વેમાં શહેરના પોસ વિસ્તારનો સમાવેશ

સીટી સર્વે કચેરીના સર્વેયરો દ્વારા કરવામાં આવેલા 500 મીટરના સર્વેમાં પ્રકાશ સોસાયટી,પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (પાર્ટ), કોટેચા ચોક (પાર્ટ), જનતા સોસાયટી (પાર્ટ), 150 ફૂટ રીંગ રોડ (પાર્ટ), રેસકોર્ષ (પાર્ટ), રેડીયો કોલોની, પ્રેસ કોલોની, રેલ નગર (પાર્ટ), પોલીસ કમિશ્નર બંગલો, એ.જી. ઓફિસ, એ.જી. સ્ટાફ ક્વાર્ટર, ડીડીઓનો બંગલો, ડીસીપી-જેસીપીનો બંગલો, અધિક નિવાસી કલેક્ટરનો બંગલો સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.