સૌરાષ્ટ્રમાં પ્રથમ મગફળી કૌભાંડ, ત્યારબાદ તુવેર દાળ કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં સરકાર માન્ય સંસ્થાઓની ખાતરની બોરીઓ માંથી 700થી 800 ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળી રહ્યું છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના જિલ્લાઓમાં ખાતર કૌભાંડની ચર્ચાને લઈને હવે ખેડૂતો પોતે જ જનતા રેડ પાડી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં આવેલા મઘરવાળા ગામના ખેડૂતોએ પણ શુક્રવારે જાતે જ સહકારી મંડળીમાં રેડ કરી અને અહીં વેચાણ અર્થે રાખવમાં આવેલ ખાતરનો જથ્થો ચકાસ્યો હતો. જેમાં ઇફક્કોની ખાતરની બોરીઓમાં પણ 700થી 800 ગ્રામ જેટલું ખાતર ઓછું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સહકારી મંડળીના અગેવાનોનો થતા તેઓ ઓન તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યાં અને ખાતરનું વહેંચાણ અટકાવ્યું હતું.