ETV Bharat / state

રાજકોટમાં GPSCની વર્ગ-2 RFOની પરીક્ષામાં 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર

રાજ્યભરમાં આજે GPSCની વર્ગ-2ની વન અધિકારી (RFO)ની પરીક્ષા યોજાઇ હતી. ત્યારે આ પરીક્ષા માટે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા 54 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જ્યારે પરીક્ષા માટે ઉમેદવારોની માત્ર 28થી 30 ટકા જેટલી જ હાજરી જોવા મળી રહી છે.

RFOની પરીક્ષામાં 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર

author img

By

Published : Jun 20, 2021, 1:38 PM IST

  • આજે GPSC વર્ગ-2ના વન અધિકારી (RFO)ની પરીક્ષા
  • રાજકોટમાં 54 પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી
  • માત્ર 3,454 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી રહ્યા

રાજકોટ : જિલ્લામાં GPSC વર્ગ-2ના વન અધિકારી (RFO)ની પરીક્ષા યોજાઈ છે. જેને લઇને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલાએ ETV Bharatને જણાવ્યું હતું કે, રાજકોટમાં કુલ 54 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે.

28થી 30 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી

12 હજાર કરતા વધુ ઉમેદવારો નોંધાયા હતા. પરંતુ હાલ માત્ર 3,454 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે 28થી 30 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે. આ પરીક્ષા દરમિયાન 8 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ આ પરીક્ષા રાજકોટમાં યોજાઇ રહી છે.

આ પણ વાંચો : GPSCની પરીક્ષા સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

સૌરાષ્ટ્રના 7 જિલ્લાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા રાજકોટ આવ્યા

GPSCની પરીક્ષા માટે રાજ્યમાં કુલ 8 જિલ્લાઓમાં કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને રાજકોટએ બે જિલ્લામાં જ આ પરીક્ષા યોજાઈ રહી છે. જેને લઈને સૌરાષ્ટ્રના 7 જેટલા જિલ્લાઓના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે રાજકોટ કેન્દ્ર ખાતે આવ્યા છે.

આ પણ વાંચો : GPSC દ્વારા કલાસ 1 અને 2ના પરિણામો જાહેર કરાયા

54 જેટલા કેન્દ્રોને પહેલાથી જ સેનેટાઈઝર કરવામાં આવ્યા

જ્યારે દૂર-દૂરથી આવેલા વિદ્યાર્થીઓનું હિત જળવાય રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા રાજકોટમાં ઉભા કરવામાં આવેલા 54 જેટલા કેન્દ્રોને પહેલાથી જ સેનેટાઈઝર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર કડક સૂચના પણ આપવામાં આવી છે કે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર એમ કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.