રાજકોટ: શહેરના કોઠારીયા રોડ પર આવેલા પાણીના ટાંકા પાસે સુખરામનગર શેરી નંબર 5માં અશ્વિન મારુના મકાનમાં દરોડા પાડતા કોંગી કોર્પોરેટર નિલેશ મારુ સહિત ચાર ઇસમોને જુગાર રમતા ઝડપાયા હતા. ક્રાઈમબ્રાન્ચે ઈસમો પાસેથી રૂપિયા 93,200 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં અશ્વિન મારૂ, નિલેષ મારૂ (કોર્પોરેટર), ધીરુભાઈ મારૂ, ઉપેન્દ્રભાઈ મારૂનો સમાવેશ થાય છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચએ આ તમામ લોકોને ઝડપી પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.