ETV Bharat / state

રાજકોટમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોયે ગોડાઉન માંથી 10 મોબાઈલ ઉડાવી લીધા - 10 mobiles stolen

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Crime Branch )ઓનલાઇન શોપિંગ કંપની (Online shopping company)એવી ફ્લિપકાર્ટના ડિલિવરી બોયની(Flipkart Delivery Boy) ધરપકડ કરી છે. જ્યારે તેની વધુ તપાસમાં સામે આવ્યું છે કે ડિલિવરી બોયે કંપનીના ગોડાઉનમાંથી વિવિધ કંપનીના 10 જેટલા મોબાઇલ ચોર્યા(10 mobiles stolen) છે.તેની પાસેથી અલગ અલગ કંપનીના 10 જેટલાં ચોરાઉ મોબાઇલ, એક હાર્ડ ડિસ્ક અને એક સ્માર્ટ વોચ મળી આવ્યા હતા. તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેને આ તમામ વસ્તુઓ ફ્લિપકાર્ડના ગોડાઉનમાંથી ચોરી કરી છે.

રાજકોટમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોયે ગોડાઉન માંથી 10 મોબાઈલ ઉડાવી લીધા

author img

By

Published : Nov 26, 2021, 8:59 PM IST

  • રાજકોટમાં ચોરી કરતા ડિલિવરી બોયની ધરપકડ કરી
  • ડિલિવરી બોયે કંપનીના ગોડાઉનમાંથી 3 લાખથી વધુની ચોરી કરી
  • મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની ઉઠાંતરી કરી

રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot Crime Branch )ઓનલાઇન શોપિંગ કંપની(Online shopping company ) એવી ફ્લિપકાર્ટના ડિલિવરી બોયની (Flipkart Delivery Boy)ધરપકડ કરી છે. જ્યારે તેની વધુ તપાસમાં સામે આવ્યું છે કે ડિલિવરી બોયે કંપનીના ગોડાઉનમાંથી વિવિધ કંપનીના 10 જેટલા મોબાઇલ ચોર્યા (10 mobiles stolen)છે. આ સાથે જ હાર્ડ ડિસ્ક અને સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓની પણ ઉઠાંતરી કરી છે. જ્યારે કુલ રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ આ શખ્સ પાસેથી ઝડપાયો છે. જ્યારે તેને દિવાળી દરમિયાન આ તમામ મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શખ્સની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ વિગતો પણ સામે આવી શકે છે.

તમામ વસ્તુઓ ફ્લિપકાર્ડના ગોડાઉનમાંથી ચોરી કરી

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફ્લિપકાર્ટમાં ડીલેવરી બોય(Flipkart Delivery Boy)તરીકે કામ કરતા ઉમંગ મનસુખ જુવારદા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી અલગ અલગ કંપનીના 10 જેટલાં ચોરાઉ મોબાઇલ, એક હાર્ડ ડિસ્ક અને એક સ્માર્ટ વોચ મળી આવ્યા હતા. તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેને આ તમામ વસ્તુઓ ફ્લિપકાર્ડના ગોડાઉનમાંથી ચોરી કરી છે. જ્યારે દિવાળીનો સમય હતો તે દરમિયાન કોઈના ધ્યાનમાં ના આવે તેવી રીતે તેને એક બાદ એક ગોડાઉનમાંથી આ પાર્સલ કાઢી લીધા હતા. જ્યારે આ પાર્સલ સાથે બીલ પણ તેને લઈ લીધા હતા. જે દરમિયાન આ વસ્તુઓ વેચતી વખતે કોઈને શંકાના કરી શકે.

દોઢ મહિના પહેલાજ ડિલિવરી બોય તરીકે લાગ્યો કામે

ઉમંગ જુવારદા નામનો શખ્સે છેલ્લા દોઢ મહિના પહેલાં ફ્લિપકાર્ટ કંપનીમાં(lipcard company in Rajkot) ડીલીવરી બોય તરીકે નોકરી પર લાગ્યો હતો. ત્યારે આ સમયે દિવાળીના તહેવારનો માહોલ હતો. જ્યારે રાજકોટમાં ફ્લિપકાર્ડ કંપનીના ત્રણ જેટલા અલગ-અલગ ગોડાઉન આવેલા છે. જેમાં અંદાજે 150 જેટલા ડિલિવરી બોય કામ કરે છે. ત્યારે દિવાળીના સમયમાં મોટા પ્રમાણમાં આ ગોડાઉનમાં વસ્તુઓ આવતી હોય છે. જે દરમિયાન કોઈનું ધ્યાન ના જાય તેમ ઉમંગે ગોડાઉન માંથી મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની ઉઠાંતરી કરી હતી. જેની જાણ થતા પોલીસે ઉમંગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચોઃ Threats to CM Bhupendra Patel: બનાસકાંઠાના મહંત બટુક મોરારિબાપુની અટકાયત

આ પણ વાંચોઃ School Online Classes: 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા, થશે કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.