ETV Bharat / state

રાજકોટમાં કોવિડ દર્દીઓને IMAના 3 નિષ્ણાત ડોક્ટર્સની ટીમ માર્ગદર્શન આપશે

રાજકોટમાં IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના ત્રણ અલગ-અલગ તજજ્ઞ ડૉક્ટર્સની ટીમ સમરસ હોસ્ટેલ સ્થિત ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(DCHU)ના દર્દીઓને માર્ગદર્શન અને સારવાર આપશે.

IMAના 3 નિષ્ણાત ડોકટર્સ
IMAના 3 નિષ્ણાત ડોકટર્સ
author img

By

Published : Apr 17, 2021, 11:07 AM IST

  • રાજકોટમાં 16 એપ્રિલથી IMA ના ત્રણ અલગ-અલગ ડૉક્ટર્સની ટીમ માર્ગદર્શન આપશે
  • સમરસ હોસ્ટેલ સ્થિત ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(DCHU)ના દર્દીઓને માર્ગદર્શન આપશે
  • ત્રણ નિષ્ણાત તબીબો તેમની સેવાઓ સમરસ હોસ્ટેલ ખાતે પુરી પાડશે

રાજકોટ : જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કરેલી ઉમદા માનવીય પહેલના પગલે 16 એપ્રિલથી IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના ત્રણ અલગ-અલગ તજજ્ઞ ડૉક્ટર્સની ટીમ સમરસ હોસ્ટેલ સ્થિત ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(DCHU)ના દર્દીઓને તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન અને સારવાર આપશે. જેને લઈને દર્દીઓને શારીરિક અને માનસિક સ્થિતિ સુધારી શકાય. રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો આવી રહ્યો છે. જેને લઈને વહીવટીતંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

ત્રણ નિષ્ણાત ડૉકટર્સે કોવિડ હેલ્થ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લીધી

માનવીય અભિગમના ભાગરૂપે આજે ત્રણ નિષ્ણાત ડૉકટર્સે સર્વ ડૉ. વિશાલ પંચમીયા, ડૉ. સ્નેહલ ઢોલરીયા અને ડૉ. હિતેષ મેઘાણીએ સમરસ હોસ્ટેલ સ્થિત ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લીધી હતી. અને તેમને એકસપર્ટ ઓપીનિયન આપ્યા હતા.

આ પણ વાંચો :ફાયર સેફટી મુદ્દે RMC અને IMAના તબીબો આમને-સામને

ત્રણ ડૉકટર્સની ટીમે તબીબી અનુભવના અર્ક સમા ઉપયોગી સૂચનો રજૂ કર્યા

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના નેતૃત્વમાં આ ત્રણેય ડૉકટર્સની ટીમે કોરોનાના દર્દીઓ સમક્ષ વિધેયાત્મક વાતાવરણમાં તેમના તબીબી અનુભવના અર્ક સમા ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. જેને દર્દીઓએ પણ મુક્ત મને આવકાર્યા હતા. આવતીકાલે અન્ય ત્રણ નિષ્ણાત તબીબો તેમની સેવાઓ સમરસ હોસ્ટેલ ખાતે પુરી પાડશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આ અભિગમને જિલ્લા વહીવટીતંત્રએ આવકાર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.