રાજકોટ: શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર તેમજ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1413 પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 623 જેટલા કોરોના દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 11544 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં રિકવરી રેટ 45.21 ટકા જેટલો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌરાષ્ટ્રભરના જિલ્લાઓના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. જેને લઇને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મોતનો આંક પણ સતત વધી રહ્યો છે.
જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે.