- પૂર્વ કોંગી મહિલા કોર્પોરેટરના પતિની ધરપકડ
- રસ્તા પર ઠેર ઠેર બેનર્સ લગાડવામાં આવ્યા
- કનકસિંહને ન્યાય આપો તેવી માંગણી કરવામાં આવી
રાજકોટઃ રાજકોટના વોર્ડ નંબર 12ના પૂર્વ મહિલા કોંગ્રેસ કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાના પતિ સહિતના લોકોની રાજકોટ પોલીસ દ્વારા લેન્ડ ગ્રેમિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે. જે મામલે કોંગી નેતા કનકસિંહના સમર્થનમાં વોર્ડ નંબર 12માં વિવિધ જગ્યાએ બેનર્સ લગાડવામાં આવ્યા હતા. રસ્તા પર ઠેર ઠેર બેનર્સ લગાડવામાં આવ્યા હતા અને કનકસિંહને ન્યાય આપો તેવી માંગણી કરવામાં આવી હતી.
શહેરના વિવિધ વિસ્તારમાં પગાડવામાં આવ્યા પોસ્ટર
રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાના પતિની ધરપકડ કરવામાં આવતા તેમના સમર્થનમાં હવે પોસ્ટર પણ લાગવામાં આવ્યા હતાં. જેમાં તેમની સાથે અન્યાય થયો હોવાના લખાણ લખવામાં આવ્યા છે અને કનકસિંહને ન્યાય આપો તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. હાલ રાજકોટના વોર્ડ નંબર 12માં ઠેર ઠેર રસ્તાઓ પર આ પોસ્ટર જોવા મળી રહ્યા છે.
અગાઉ શહેર કોંગ્રેસ દ્વારા પણ યોજવામાં આવ્યા હતા ધરણાં
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ પોતાના પૂર્વ કોર્પોરેટરના પરિવાર સાથે પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાની રજુઆત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નરને કરી હતી ત્યારબાદ શહેરના બહુમાળી ચોક ખાતે પણ કનકસિંહ જાડેજાના સમર્થનમાં ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે હવે કનકસિંહના સમર્થમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લગાડવામાં આવ્યા ચર્ચાઓનો દોર શરૂ થયો છે.