ETV Bharat / state

Holi 2023: હોળી માટે ગોબરની સ્ટીક તૈયાર કરવામાં આવી, નથી ફેલાતું કોઈ પ્રદુષણ - રાજકોટમાં ગોબર સ્ટીક

ગીરગંગા ટ્રસ્ટ દ્વારા 100 ટનથી વધુ ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય અને વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા વૈદિક હોળીનું મહત્વ રહેતું હોય છે. ત્યારે રાજકોટના ગીરગંગા ટ્રસ્ટ દ્વારા લોકોને વૈદિક હોળીની ઉજવણી કરવાની અપીલ કરી છે.

Holi 2023 : વૈદિક હોળી થાય તે માટે ગીરગંગા ટ્રસ્ટનું અનોખું અભિયાન

author img

By

Published : Mar 1, 2023, 1:27 PM IST

Updated : Mar 1, 2023, 2:10 PM IST

રાજકોટમાં વૈદિક હોળી થાય તે માટે ગીરગંગા ટ્રસ્ટનું અનોખું અભિયાન

રાજકોટ : હોળીના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં હોળીને લઈને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ નજીક આવેલા ગીરગંગા ટ્રસ્ટ દ્વારા એક અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રસ્ટ દ્વારા વૈદિક હોળી ઉજવવામાં આવે તે માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ વૈદિક હોળીમાં ગાયના છાણાં અથવા ગોબર સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે. જેના કારણે હોળી પ્રગટાવાથી તેમના સ્વાસ્થ્યને પણ લાભ થાય, જેને લઇને ગીરગંગા ટ્રસ્ટ દ્વારા 100 ટનથી વધુ ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી છે.

લાકડા સળગાવવાથી પર્યાવરણને નુકશાન
લાકડા સળગાવવાથી પર્યાવરણને નુકશાન

ગૌ શાળામાં 100 ટનથી વધુ ગોબર સ્ટીક તૈયાર : ગીરગંગા ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લાની આસપાસમાં આવેલી વિવિધ ગૌશાળામાં ગાયોનું છાણ એકઠું કરવામાં આવે છે અને આ છાણાની ગોબર સ્ટીક બનાવવામાં આવે છે. જ્યારે આ સ્ટીક વડે સહેલાઈથી હોળીને પ્રગટાવી શકાય છે. તેમજ ગાયનું છાણ સ્ટીકમાં ઉપયોગમાં લેવાયુ હોય જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું નથી. આ સાથે જ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા પણ ગાયના છાણાના કારણે નાશ પામે છે. જેને લઈને છેલ્લા પાંચેક વર્ષથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ગૌશાળાની મદદથી ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 100 ટન જેટલી ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી છે.

વૈદિક હોળી ઉજવવા કરી અપીલ
વૈદિક હોળી ઉજવવા કરી અપીલ

આ પણ વાંચો : Surat ST Bus: સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે

લોકોને વૈદિક હોળી ઉજવવા કરી અપીલ : ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ આ અંગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દેશમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે હોળીનો તહેવાર શિયાળાની પૂર્ણતામાં અને ઉનાળાની શરૂઆત એટલે કે આ બંને ઋતુના વચ્ચેના સમયગાળામાં આવે છે. જ્યારે આ સમય દરમિયાન આપણી આસપાસના વાતાવરણમાં મોટા પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે. જેને લઇને ગાયના છાણાને સળગાવવાથી તેના ધુમાણાથી આ બેક્ટેરિયાઓનો નાશ થતો હતો. અગાઉના જમાનામાં ગામડાઓમાં હોળી મુખ્યત્વે છાણાથી જ પ્રગટાવવામાં આવતી હતી, પરંતુ હાલમાં ગાયની સંખ્યા ઘટી છે અને લોકો પણ હવે હોળી લાકડા વડે કરી રહ્યા છે.

આ પણ વાંચો : Holi Festival 2023: હોળીને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગીત, કરી અનોખી માગ

લાકડા સળગાવવાથી પર્યાવરણને નુકસાન : દિલીપ સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં લોકો હોળી લાકડા સળગાવીને ઉજવે છે. ત્યારે વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધે છે અને પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. આ સાથે જ વૃક્ષોની સંખ્યા પણ ઝાડ કપાવવાના કારણે ઘટતી જાય છે. જ્યારે ગાયના છાણાની હોળી કરવામાં આવે તો વાતાવરણ ચોખ્ખું થાય છે. જેના માટે અમારા ગીરગંગા ટ્રસ્ટ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કે લોકો પોતાની શેરી ગલી અને પોતાની સોસાયટીમાં વૈદિક હોળી ઉજવે. વૈદિક હોળી એટલે કે ગાયના છાણાં વડે હોળીને પ્રગટાવવી અથવા દહન કરવામાં આવે તે, ગીરગંગા પરિવાર દ્વારા અલગ અલગ ગૌશાળાની મદદ લઈને ગાયના ગોબરની સ્ટીક બનાવવામાં આવી રહી છે.

Last Updated : Mar 1, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.