રાજકોટ: 5 દિવસની ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર રૈમ્યા મોહને વહીવટી તંત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. મામલતદાર, નાયબ કલેક્ટર અને તલાટી મંત્રીઓની રજાઓ રદ કરીને પોતાના સબ ડિવિઝનમાં એલર્ટ રહેવાના આદેશ જાહેર આપવામાં આવ્યા છે.
આ સાથે જિલ્લાના તમામ ગામડાઓમાં તલાટીઓને પાંચ દિવસ કેમ્પ કરવા અને ગામડાઓમાં સરપંચો-આપદા મિત્રો સાથે સંકલનમાં રહેવા અને લોકોને જીવન-જરૂરી પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા તત્કાળ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામને એલર્ટ રહેવા તાલુકા-જિલ્લા મથકમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્કમાં રહેવાની તાકીદ કરવામાં આવી છે.