ભાવનગરના સિહોર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. વહેલી સવારે 4 કલાકથી શરૂ થયેલા વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે સિહોરનું ગૌતમેશ્વર તળાવ ફરી ઓવરફ્લો થયું છે. જેથી દસ 10 દરવાજા ખોલાયા છે. પાણીની મોટા પ્રમાણમાં આવક શરૂ છે. હાલ તંત્રએ એલર્ટ જાહેર કરી સાથે વહેલી સવારથી સિહોર પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
અમરેલીના વડિયા પંથકમાં બીજા દિવસે સવારથી મૅઘસવારી છે. ધીમીધારેનો સવારથી મેહુલો મહેરબાન થયો છે. જિલ્લાના મોરવાડા, ખાખરીયા, હ.ખીજડિયા, બરવાળા, તોરી, રામપુર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો છે. આ વરસાદથી ખેડૂતો પોતાના પાકને લઇ ચિંતામાં છે.
રાજકોટમાં ગોંડલનું વોરકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વોરકોટડા જવાના પુલ પાર પાણી ફરી વર્યા છે. જીવના જોખમે ગામના લોકો ઓળગે પુલ છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હળવદ અને ટંકારમાં વરસાદ વરસ્યો છે. જેથી ખેતીમાં ભારે વરસાદને લીધે નુકસાન ભીતીથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. આ વરસાદને લીધે રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે.