ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ગોંડલથી દેરડી(કુંભાજી), અમરેલી,બગસરા જવાના કોઝવે માર્ગ પર પાણી ફરી વળતા કોઝવે બંધ થયો હતો. જસદણ અને આટકોટ પંથકમાં પણ ધોધમાર વરસાદથી નદી-નાળામાં પૂર આવ્યા હતા. જ્યારે ગોંડલ પંથકમાં ખેતરો પાણી ભરાયા હતા અને નાના ચેકડેમો છલકાયા હતા.
ગોંડલના મેતા ખંભાળિયા, કેશવાળા, સાજડિયાળી, કમઢીયા, ખીલોરી, હડમતાળા, ઉમવાળા, મોવિયા ,શ્રીનાથગઢ ,શિવરાજગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.