ETV Bharat / state

Gondal misdemeanor case: ગોંડલમાં 13 વર્ષની તરુણીનો દેહ અભડાવનાર હવસખોરને 10 વર્ષની સજા

author img

By

Published : May 14, 2022, 2:10 PM IST

રાજકોટના ગોંડલમાં 2019માં 13 વર્ષીય સગીરા પરઅનેક વખત દુષ્કર્મ થયાની ફરિયાદ(Gondal misdemeanor case) નોંધાય હતી. આ કેસમાં આરોપીને ગોંડલની સ્પે. પોકસો અદાલતે 10 વર્ષની સજા ફટકારી છે. સાથે દંડનો હુકમ ફરમાવી ભોગ બનનારને વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે.

Gondal misdemeanor case: ગોંડલમાં 13 વર્ષની તરુણીનો દેહ અભડાવનાર હવસખોરને 10 વર્ષની સજા
Gondal misdemeanor case: ગોંડલમાં 13 વર્ષની તરુણીનો દેહ અભડાવનાર હવસખોરને 10 વર્ષની સજા

રાજકોટઃ ગોંડલ તાલુકાની એક 13 વર્ષીય સગીરા ઉપર વર્ષ 2019માં અનેક વખત દુષ્કર્મ થયાની ફરિયાદ (Gondal misdemeanor case)નોંધાય હતી. આ કેસમાં આરોપી પ્રફુલ એમ. ખાખરીયા (ઉ.33)ને તકસીરવાન ઠેરવી ગોંડલની સ્પે. પોકસો અદાલતે 10 વર્ષની સજા (Gondal Pokso Court)ફટકારી છે. સાથે દંડનો હુકમ ફરમાવી ભોગ બનનારને વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે. આ કેસની( Rajkot Rape Case )વિગતએવી છે કે, 2019માં ગોંડલ તાલુકાના ગામના ફરીયાદીએ આપેલ ફરીયાદ મુજબ તેમની ભોગ બનનાર દીકરીની બનાવ સમયે ઉંમર 13થી 14 વર્ષની હતી. તેની સાથે આરોપી પ્રફુલ એમ. ખાખરીયાએ એકથી વધુ વખત દુષ્કર્મ આચારેલ છે. તેમાં બીજા આરોપી વસંત ઉર્ફે ભીખા રાણપરીયાએ મદદગારી કરેલ છે.

25 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા - ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરેલ અને છેવટે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં કુલ 25 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા હતા.ફરિયાદ પક્ષે ચાર્જશીટમાં જરૂરી સાક્ષીઓ તારવીને 16 મૌખિક પુરાવા તપાસેલા તેમાં મહત્વના સાક્ષી તરીકે ભોગ બનનારને તપાસેલા અને બાળકી પોતાની સાથે જે કાંઈ પણ બનેલું તે ફરિયાદ પક્ષના કેસ મુજબની ઘટનાનું વર્ણન પોતાની જુબાનીમાં કરેલ અને ઉલટ તપાસમાં પણ એ જ હકીકત વળગી રહેલ એ રીતે બાળકની જુબાની માંથી આરોપી વિરુધ્ધનું મજબૂત મટીરીયલ રેકર્ડ પર આવેલું હતું.

આ પણ વાંચોઃ કળયુગ હજી કેટલું દેખાડશે..! સુરતમાં મામા કંશને પણ શરમાવે એવું કર્યું કૃત્ય

બાળકીના પિતા જેમણે ફરિયાદ કરી - અન્ય સાક્ષીઓમાં બાળકીના પિતા જેમણે ફરિયાદ આપેલી તેમણે તથા માતાને તથા ડોકટર અને પોલીસ ડિપાર્ટમેન્ટ ના ઉચ્ચ અધિકારીઓને તપાસવામાં આવેલ ત્યારબાદ આરોપીનું ફરધર સ્ટેટમેન્ટ લેવાતા આરોપી તરફે પોતાના સાક્ષી રજૂ કરવાના હોય તેવું જાહેર કરતા આરોપી પક્ષે પણ સાક્ષી રજૂ કરવામાં આવેલ અને તેની સરકારી વકીલ મહેશ જોષી દ્વારા સઘન ઉલટ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષો તરફથી દલીલો રજૂ રાખવામાં આવેલી. એપીપીએ રેકર્ડ ઉપર સીઆરપીસી કલમ 314ને ધ્યાને લઈ લેખીત દલીલના મુદ્દા રજુ કરેલ અને આરોપીઓએ કરેલ કૃત્ય તેમના વિરુદ્ધ મજબૂત પુરાવાને કારણે પુરવાર થયાનું જણાવી અને આરોપીઓને કાયદા દ્વારા થઈ શકતી સજા કરવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ગોમતીપુર સગીરા દુષ્કર્મ મામલો : સગીરાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પર પોલીસે કરી ઝીણવટભરી તપાસ, તો જાણો શું હકીકત આવી બહાર

10 વર્ષની કેદની સજા - બન્ને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈ ગોંડલના પોકસો કોર્ટના જજ વી.કે. પાઠકે મુખ્ય આરોપી પ્રફુલ ખાખરીયાને તકસીરવાન ઠેરવી અને પોકસો એકટની કલમ-4 અને 6 બન્નેમાં 10 વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવી આરોપીને જેલ હવાલે કરેલ છે. સાથે દંડ ફટકારી અને ભોગ બનનારને મોટી રકમ વળતર પેટે આપવા હુકમ કર્યો છે. આ કેસમાં એપીપી તરીકે મહેશ એસ. જોષી તથા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા તેમજ ગોંડલ એપીપી જી.કે. ડોબરીયા રોકાયેલા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.