રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ કુવાડવા પોલીસ મથકના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને છાશ પીવડાવતા જોવા મળ્યા હતા. તેમની આ અનોખી પહેલ ધોમધખતાં તાપમાં મેલડી માના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે કરી છે. કાળ સમી 45 ડિગ્રીની ગરમીમાં આ યાત્રાળુઓ પગપાળા ચોટીલા જઇ રહ્યા છે. જેમને જોઇને પોલીસ તંત્રએ છાશ પીવડાવીને તેમને મદદરૂપ બનવાનો વિચાર આવ્યો હતો. આમ, લોકો સાથે હમેશા કડકાઇ વર્તતા પોલીસ તંત્ર આ કામગીરી જોઇને લોકો અચંબો પામ્યા હતા.
ચોટીલા પગપાળા દર્શને જતા શ્રદ્ધાળુઓને પોલીસ દ્વારા છાશનું કરાયું વિતરણ - chotila
રાજકોટઃ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે શ્રદ્ધાળુઓની ધગધતી ગરમી વેઠીને ચોટીલા માતાના દર્શનનો લ્હાવો લેવા માટે પગપાળા જઇ રહ્યા છે. જેમની માટે શહેરના રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ કુવાડવા પોલીસ મથકના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને છાશ વિતરણનું આયોજન કરાયું હતું.
hd
રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ કુવાડવા પોલીસ મથકના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને છાશ પીવડાવતા જોવા મળ્યા હતા. તેમની આ અનોખી પહેલ ધોમધખતાં તાપમાં મેલડી માના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે કરી છે. કાળ સમી 45 ડિગ્રીની ગરમીમાં આ યાત્રાળુઓ પગપાળા ચોટીલા જઇ રહ્યા છે. જેમને જોઇને પોલીસ તંત્રએ છાશ પીવડાવીને તેમને મદદરૂપ બનવાનો વિચાર આવ્યો હતો. આમ, લોકો સાથે હમેશા કડકાઇ વર્તતા પોલીસ તંત્ર આ કામગીરી જોઇને લોકો અચંબો પામ્યા હતા.
ચોટીલા પગપાળા દર્શને જતા શ્રદ્ધાળુઓને પોલીસ દ્વારા છાસનું વિતરણ કરાયું
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં હાલ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આવા અસહ્ય તકપમાં પગપાળા ચોટીલા જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ છાસ વિતરણનું આયોજન કરાયું હતું. રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ કુવાડવા પોલીસ મથકના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને છાસ પીવડાવતા નજરે પડ્યા હતા.
હાલ સમગ્ર રાજ્યમાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 45 ડિગ્રી સુધી ઊંચું પહોંચ્યું છે. જેને લઈને રાજકોટવાસીઓને આકરા તાપમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. એવામાં રાજકોટથી ચોટીલા તરફ ચાલીને જતા શ્રદ્ધાળુઓ માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના કુવાડવા પોલીસ મથકના જવાનો રસ્તા પરથી પસાર થતા લોકોને ઠંડી છાસનું વિતરણ કરતા હતા. ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતામાં પોલીસ છાપ કંઈક અલગ હોય છે એવામાં પોલીસને છાસ વિતરણ કરતા જોઈને લોકો ઓન આશ્ચર્ય પામતા જોવા મળ્યા હતા.