રાજકોટઃ કોરોનાની મહામારીમાં વચ્ચે પણ રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા બે અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂની કુલ 90 જેટલી બોટલો કબ્જે કરી છે. લોકડાઉન દરમિયાન પણ આ દારૂ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કેટલાક શહેર અને જિલ્લામાં હળવી છૂટછાટ આપી છે. આ છૂટછાટનો લાભ જાણે ગુન્હેગારો લેતા હોય તેવી ઘટના એક બાદ એક સામે આવી રહી છે.
રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા બે અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂની કુલ 90 જેટલી બોટલો કબ્જે કરી છે. જો કે, આ બન્ને જગ્યાએથી બુટલેગરો ભાગવામાં સફળ રહ્યા છે.
પ્રશાંત ઉર્ફ પસીયો કિશોરભાઈ પરમાર અને મોહિત દિનેશભાઇ વાઘેલા નામના બે બુટલેગરો હાલ પોલીસ પકડથી દુર છે. ભક્તિનગર પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો જે દરમિયાન આ વિદેશી દારૂ ઝડપાયો છે.
ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. છતાં પણ રાજકોટમાં વિદેશી દારૂ ક્યાંથી આવ્યો એવો સવાલ હાલ શહેરભરમાં ચર્ચા મચાવી રહ્યો છે.