ETV Bharat / state

ગોંડલના અનિડા (ભાલોડી)માં ચૂંટણી મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ - rajkot news

રાજકોટ જિલ્લાના ગોંડલના અનીડા(ભાલોડી) ગામે મતદાન વખતે થયેલા ઝઘડા બાદ બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક મહિલા સહિત 4 લોકોને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ બાદ એક સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સરપંચ સહીતના ગામના 100 જેટલા લોકોના ટોળાએ ઘરમાં ઘુસી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ અને ખુદ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અનીડા દોડી ગયા હતા.

ગોંડલના અનિડા (ભાલોડી)માં ચૂંટણી મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ

author img

By

Published : Mar 5, 2021, 2:23 PM IST

  • હુમલાખોર ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી
  • અનીડા ગામે બે જૂથો વચ્ચે મારામારી થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
  • ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટઃ જિલ્લાના ગોંડલના અનિડા (ભાલોડી) ગામે રહેતા અને મજૂરી કરતા હસમુખ વિંજુડા, પત્ની ચંપાબેન હસમુખ વિંજુડા, પુત્ર સાગર હસમુખ વિંજુડા અને પિતરાઈ રમેશ બધા રાઠોડ રાત્રીના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અનીડા ગામના સરપંચ સામત ખેંગાભાઈ બાંભવા સહિતના લોકોનું ટોળુ ધોકા-પાઈપ સાથે ધસી આવ્યું હતું અને ઝઘડો કરી હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ હુમલામાં દંપતી સહિત ચારેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બાદમા તેમને ગોંડલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ચારેયને રાજકોટ સિવિલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતઃ પૈસાની દેતી-લતી મુદ્દે મિત્રએ જ કરી મિત્રની હત્યા

બોગસ મતદાન અટકાવતા થયો હતો બનાવ

આ બનાવ અંગે ઘાયલ થયેલા હમસુખભાઇના ભાઇ મહેશભાઇએ સરપંચ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સામંતભાઇ ગામના સરપંચ છે. ચૂંટણી વખતે છોકરાઓએ ભાજપ તરફી બોગસ મતદાન થતું અટકાવ્યું હોવાથી તે બાબતનું મનદુઃખ રાખીને તેમણે આ હુમલો કર્યો છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઈ અનિચ્છિનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.