રાજકોટ: હડાળા ગામે રહેતા અને કોળી સમાજના મનસુખભાઈ સીતાપરાએ તેમની પુત્રીના યોજાય રહેલા લગ્ન પ્રસંગની કંકોત્રીની અંદર સમાજની અંદર વધી રહેલા દુષણને દૂર કરવા માટેનો અનોખો પ્રયત્ન કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગની કંકોત્રીની અંદર લગ્ન પ્રસંગમાં કોઈએ દારૂ પીને ન આવવું હોવાની વાત કરવામાં આવી છે. જેમાં તેમણે કરેલી આ અનોખી પહેલની કંકોત્રી સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થઈ છે.
દારૂના દૂષણને દૂર કરવા અનોખો પ્રયાસ: રાજકોટના હડાળા ગામે રહેતા મનસુખભાઈ સીતાપરાની પુત્રીના આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ લગ્ન યોજાઇ રહ્યા છે. ત્યારે લગ્ન પ્રસંગની અંદર પિતા દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલથી સમાજની અંદર દૂષણ દૂર કરવા માટેનો અનોખો પ્રયાસ કરાયો છે. ત્યારે દીકરીના પિતા મનસુખભાઈએ વાત કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી આ પહેલ કોઈ રોષ કે રાગદ્વેષ રાખીને નથી કરવામાં આવી. પરંતુ સમાજની અંદર જાગૃતતા ફેલાય અને સમાજના લોકો અને ખાસ કરીને યુવાનો દારૂના દૂષણથી અને નશાથી દૂર રહી સુંદર રીતે અને સારી રીતે પ્રસંગનો આનંદ માણી શકે અને દૂષણથી દૂર રહે તેવા હેતુસર કરાઈ છે.
આ પણ વાંચો: Rajkot News : લગ્નમાં દારૂ પીતા પીતા લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ
લગ્ન કંકોત્રીને બનાવી જાગૃતિનું માધ્યમ: સામાન્ય રીતે દરેક લગ્ન પ્રસંગની અંદર લોકો દારૂનું અને નશાનું સેવન કરતાં માલુમ પડતા હોય છે. જેમાં તાજેતરની અંદર જ રાજકોટમાં લગ્ન પ્રસંગની અંદર દારૂની રેલમછેલ જોવા મળી હતી. ત્યારે પુત્રીના લગ્ન પ્રસંગની અંદર પિતા દ્વારા કરવામાં આવેલી અનોખી આ પહેલની લગ્ન કંકોત્રી અને તેમના દ્વારા આ કાર્યને સૌ કોઈ લોકો બિરદાવતા હોવાનું જણાવ્યું છે. તેમના દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેમની આ કામગીરીને પ્રશંસા પણ મળી રહી છે.
આ પણ વાંચો: Gandhinagar News : રૂપિયા, દારૂ, ચવાણું વેચ્યું છે એટલે લોકોએ મત આપ્યા, કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ
દારૂનો નશો કરીને આવતા વ્યક્તિઓ પર દંડ: લગ્ન પ્રસંગની કંકોત્રીની અંતર દારૂ પીને ન આવવાની વાત કરતાની સાથે જ દીકરીના પિતાએ મીડિયા સાથેની વધુ વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગની અંદર દારૂનો નશો કરીને આવતા વ્યક્તિઓ પર દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. જેને લઇને લોકોમાં જાગૃતતા અને નશામાં ડૂબી રહેલા લોકો અને ખાસ કરીને યુવાનો પ્રસંગ દરમિયાન નશાથી દૂર રહેવા માટેનો પ્રયત્ન કરશે તેવી પણ વાત કરી હતી.