રાજકોટઃ ધોરાજી નજીક ભૂતવડ ગામના પાટિયા પાસે એક ઇકો કારે પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ સેવા ભાવિને થતાં જ ધોરાજી માનવસેવા યુવક મંડળ ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલા ભાઇ સોલંકી સેવાભાવી યુવાનો એમ્બ્યુલસ લઈને ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે રહેતા પ્રવીણભાઈ રાજાભાઈ લગધીર ઉંમર વર્ષ 30 તથા તેમના પત્ની ગીતાબેન પ્રવીણભાઈ લગધીર ઉંમર વર્ષ 32ને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન બન્ને પતિ પત્નિના મોત થયા હતા.
મળતી વિગત અનુસાર મૃત્યુ થનારા દંપતી પોરબંદરમાં રહેતા ભાઈના ઘરે રાખડી બંધવા માટે જતા હતા. તેમજ અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.