રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના આજીડેમ રીંગ રોડ પરથી એક ડુપ્લિકેટ મીનરલ વોટર બોટલ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. આ કારખાનામાં નિયતી બ્રાન્ડની નકલી મીનરલ વોટરની 250,000 અને 1 લીટરની બોટલો બનાવવામાં આવતી હતી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. મનપાના દરોડા દરમિયાન કારખાનામાંથી નકલી ફુડ લાયસન્સ નંબર અને ISI નંબર પણ મળી આવ્યા હતા. હાલ મનપાની ટીમ દ્વારા તમામ પાણીની બોટલો સીલ કરીને સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ખુલ્લેઆમ નકલી મીનરલ વોટર બનાવતું કારખાનું ધમધમી રહ્યું હતું. રાજકોટના આજીડેમ રિંગરોડ પર આવેલા રામનગર-1માં ડુપ્લિકેટ મીનરલ વોટર બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ફુડ શાખા દ્વારા અહીં દરોડા પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. કારખાનામાં 250,500 અને 1 લિટરની અલ- અલગ મીનરલ વોટરની બોટલો પાણીના કોઈ પણ જાતના પરીક્ષણ વિના બનાવવામાં આવતી હતી. આ દરોડા દરમિયાન મનપાની ટીમને નિયતી બ્રાન્ડની મીનરલ વોટર બોટલો બનાવવામા આવતી હતી. તેમજ છેલ્લા ત્રણ માસથી આ નકલી મીનરલ વોટર બોલતો બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. એટલું જ નહીં દરરોજ આ નકલી વોટર બોટલના 70થી 100 જેટલા કાર્ટૂન પણ બજારમાં વહેંચવામાં આવતા હતા.