ગોંડલમાં મોડી રાત્રે ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હતા. ગોંડલમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે ગોંડલ તાલુકાના મોવિયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા રાજાશાહી સમયના દરવાજાનો ઉપરનો ભાગ ધરાશાહી થયો હતો. જો કે, કોઈ જાનહાની નોંધાઇ નથી. ગોંડલ તાલુકાના વાસાવડ સહિતના આજુ-બાજુના ગામોમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈને વાસાવડ ગામની વાસાવડી નદી બે કાંઠે જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર - ૧ ડેમના ૨૦ પાટિયા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઉપલેટાના ગઢાળા ગામે મોજ નદીમાં રીક્ષા ચાલક ફસાયો હતો. જેમને ગામના લોકોએ રેસ્ક્યુ કરીને રીક્ષા અને રીક્ષા ચાલકને બચાવ્યો હતો.