રાજકોટ : ધોરાજીમાં મીઠાઇ વિક્રેતા દ્વારા ખાસ ચોવીસ કેરેટના વરખવાળી મીઠાઈ બનાવવામાં આવી છે. અસલના વરખવાળી આ મીઠાઇનો ભાવ એક કિલોનો રુપિયા 12000 છે, એટલે કે ખિસ્સાને પરવડે તો ખરીદી શકાય એવી મોંધી છે.
મીઠાઇની વિગત : આ દુકાનમાં કાજુ સુવર્ણ કવચ, બદામ સુવર્ણ, અખરોટ, પીસતા, અંજીરનો ખાસ ઉપયોગ કરી સોનાના વરખવાળી મીઠાઈ બનાવી છે. ધોરાજી પંથક અને રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ મીઠાઈ બનાવી છે. જેનો ઉપયોગ ખાસ કરીને લક્ષ્મી પૂજનમાં રાખવામાં આવે તે રીતે આ મીઠાઈ બનાવવામા આવેલી છે.
પાંચ પ્રકારની ચોવીસ કેરેટ મીઠાઈ : આ મીઠાઈના બનાવનાર દુકાન માલિક વીરાભાઈ વસાણીયાએ પણ જણાવ્યું હતું કે કે આ ચોવીસ કેરેટ મીઠાઈ જે પાંચ પ્રકારની બનાવાઈ છે તે લક્ષ્મી પૂજનમાં રાખવામા આવે અને વેપારીઓ લઈ જાય છે અને લક્ષ્મી પુજનમાં રાખવાથી ઘનનો લાભ થાય તેવી માન્યતા છે. તેથી આ ચોવીસ કેરેટના વરખવાળી મીઠાઈ અમારી શોપ જે ધોરાજીના સ્ટેશન રોડ આવેલ છે.
ચોવીસ કેરેટવાળી મીઠાઈનો એક કિલોગ્રામનો ભાવ 12000 રાખેલો છે. લોકોને એક કિલોગ્રામ નથી પરવડતી તે લોકો અઢી સો ગ્રામ લઈને પણ લક્ષ્મી પુજન માટે લઈ જાય છે. આ મીઠાઈથી લક્ષ્મી પૂજન અર્ચના કરી રહ્યા છે...વીરાભાઈ વસાણીયા ( મીઠાઈ વિક્રેતા )
પોસાય એ લોકો લે છે : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્રથમ વખત સોનાના વરખવાળી પાંચ પ્રકારની મીઠાઈ બનાવવામા આવી છે અને લગભગ રાજકોટ જિલ્લામાં પહેલી પહેલ અને ચોવીસ કેરેટના વરખવાળી મીઠાઈ બનાવાઈ છે અને જેની કિંમત 12000 રૂપિયાની એક કિલો વેચાણ કરવામા આવે છે. ધોરાજી પંથકમાં આ મીઠાઈ આકર્ષણ બની છે. લોકો મીઠાઈની ખરીદી માટે આવે છે. ત્યારે આ સોનાના વરખવાળી મીઠાઈ વેપારી માણસને ધ્યાને રાખીની રખાય છે અને લોકો જે લોકો લઈ શકે તે લોકો આ મીઠાઈ લઈ જાય છે.