ETV Bharat / state

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા રાજકોટ જિલ્લા પંચાયતનો એક્શન પ્લાન - રાજકોટના તાજા સમાચાર

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કોરોનાના સંક્રમણને અંકુશમાં લેવા માટે ગ્રામ પંચાયત દીઠ અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને અટકાવવા જિલ્લા પંચાયતનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી, ડોર ટુ ડોર સર્વે કરાશે.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા રાજકોટ જિલ્લા પંચાયતનો એક્શન પ્લાન

author img

By

Published : May 4, 2021, 7:57 PM IST

  • કોરોના વાઇરસનો કહેર યથાવત
  • પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી
  • આ 3 ટીમ ડોર ટુ ડોર સર્વે કરશે

રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં રાજકોટ જિલ્લાના મોટા ભાગના ગામોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ ચૂક્યું છે. જિલ્લા પંચાયત દ્વારા કોરોનાના સંક્રમણને અંકુશમાં લેવા માટે ગ્રામ પંચાયત દીઠ અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને અટકાવવા જિલ્લા પંચાયતનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, ગ્રામ પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી, ડોર ટુ ડોર સર્વે કરાશે. આ ટીમ દ્વારા કોરોનામાં અંકુશ કઇ રીતે મેળવવો સાથે જ બહારથી આવતા વ્યકિત કોરોના સંક્રમણ છે કે નહીં, વેક્સિનેશન કંઇ રીતે વધારવું સહિત કામગીરી માટે ડોર ટુ ડોર સર્વે કામ કરવામાં આવશે.

પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી
પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી

આ પણ વાંચોઃ કોરોનાને કારણે જેતલસર ગામના એક જ પરિવારના 4 સભ્યોના થયા મોત

જિલ્લા પંચાયતમા 595 ગામોમાં સંક્રમણ અટકાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું

રાજકોટ જિલ્લા પંચાયતમા આવતા 595 ગામોમાં સંક્રમણ અટકાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે અધિકારીઓને ગામડાઓમાં ટેસ્ટિંગ કરવા આદેશ કર્યા હતા. જ્યારે તેને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવી છે. જેને લઇ ગામમાં પહેલા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જેમાં કોરોનાના લક્ષણો જણાશે તેમના કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. આ સર્વે માત્ર 10 દિવસમાં રાજકોટ જિલ્લામાં પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી ગામના લોકો કોરોના લક્ષણો ન જણાતા લોકો પણ ટેસ્ટ કરાવવા ઉમટતા જેને લીધે ટેસ્ટિંગ કીટમાં ઘટાડો આવ્યો હતો. જેને લઇને ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે.

આ 3 ટીમ ડોર ટુ ડોર સર્વે કરશે
આ 3 ટીમ ડોર ટુ ડોર સર્વે કરશે

કોરોનાને અટકાવવા માટે તંત્ર સજાગ થયું છે

રાજકોટ જિલ્લા પંચાયતના 595 ગામડાઓની વાત કરીએ તો A કેટેગરીમા હાલ 17 ગામમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળે છે. B કેટેગરીમાં 45 ગામમાં થોડું ઓછું કોરોના સંક્રમણ જોવા મળે છે અને C કેટેગરીમાં 105 ગામડામાં નહિવત જેવું સંક્રમણ જોવા મળે છે. અવિરીતે ત્રણ વિભાગમાં વહેચી અને કોરોનાને અટકાવવા માટે તંત્ર સજાગ થયું છે.

પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી
પંચાયત દીઠ અલગ અલગ 3 ટીમ બનાવી

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં ધન્વંતરી તથા સંજીવની આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા આપતું આરોગ્ય તંત્ર

ગામડાઓમાં માત્ર 10 દિવસમાં કોરોના સર્વે પૂર્ણ કરવામાં આવશે

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરરે ETV Bharat સાથેની વાતચીતમા જણાયવ્યું હતું કે, કોરોનાને અંકુશમાં લેવા માટે ગામ દીઠ અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ત્રણેય ટીમોમાં દશ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સર્વે માત્ર 10 દિવસમાં કોરોના સર્વે પૂર્ણ કરવામાં આવશે. ગામના લોકો ઝડપથી ટેસ્ટિંગ કરાવે અને રસી પણ મૂકાવે તેવી લોકોને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.