રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામે લડવા હજુ પણ કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેને લઈને આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે એક ડિસ્ઇન્ફેકશન મશીન મૂકવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાની સેન્ટ્રલ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ આ મશીનમાંથી પસાર થશે અને માત્ર ગણતરીની જ સેકન્ડમાં તેઓ ડિસઇન્ફેક્શન થઈ જશે. આ મશીનમાં મુખ્યત્વે હાઇડ્રોજન પેરોક્સાઇડ લીકવિડનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિને વાઈરસથી મુક્ત રાખવાનું કામ કરે છે.
આ મશીન અંગે આજે મનપા કચેરી ખાતે કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારી દ્વારા મશીનને શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, ડિસઈન્ફેક્શન મશીનનો ઉપયોગ કરીને તંત્ર લોકોની સેવામાં કાર્યરત રહેવાના પ્રયત્ન કરી રહ્યું છે.