રાજકોટ: ગોંડલ પાંજરાપોળવાળો જર્જરિત પુલ પાંચ દિવસ માટે તમામ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેમાં તારીખ 23 થી 27 નવેમ્બર સુધી પુલ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. જે અંગેનું રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
![પુલ પર તજજ્ઞો દ્વારા બોડ બેરિંગ ટેસ્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-11-2023/gj-rjt-rural-gonda-rajkot-collector-issued-a-notification-to-stop-vehicular-traffic-on-the-dilapodated-gondal-cage-bridge-from-november-23-to-27-gj10077_23112023160900_2311f_1700735940_390.jpg)
પુલ પર બોડ બેરિંગ ટેસ્ટ: ગોંડલના રાજવીકાળના 100 વર્ષથી જુના બન્ને પુલ જર્જરીત થઈ ગયા છે. ગોંડલ નગર પાલીકાના ચિફ ઓફિસર અશ્વિનભાઇ વ્યાસના જણાવ્યા મુજબ આ પુલ પર મારવાડી યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા બોડ બેરિંગ ટેસ્ટ કરાઇ રહ્યો છે. જેને પગલે પાંજરાપોળથી મોવિયાચોકડી સુધીના નદીના પુલ પર તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 23થી 27 નવેમ્બર દરમિયાન લાઇટ મોટર વ્હિકલ વાહનો સહિત દરેક પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
![ગોંડલ પાંજરાપોળવાળો જર્જરીત પુલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-11-2023/gj-rjt-rural-gonda-rajkot-collector-issued-a-notification-to-stop-vehicular-traffic-on-the-dilapodated-gondal-cage-bridge-from-november-23-to-27-gj10077_23112023160900_2311f_1700735940_379.jpg)
હાઈકોર્ટે કરી હતી ટીકા: ઉલ્લેખનીય છે કે ગોંડલના રાજાશાહી સમયના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળથી ઘોઘાવદર મોવિયાના માર્ગને જોડતા બન્ને હેરિટેઝ પુલ જર્જરીત હોય વાહન વ્યવહાર માટે બંધ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. હાઇકોર્ટમાં કોંગ્રેસ નેતા યતિષ દેસાઈએ કરેલી જાહેરહિતની અરજીના અનુસંધાને હાઇકોર્ટે આ મુદ્દાની ગંભીર નોંધ લઈ તંત્રની આકરી ટીકા કરતા 10 ઓક્ટોબર પહેલા જોખમી બનેલા બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો હતો.
![23 થી 27 નવેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-11-2023/gj-rjt-rural-gonda-rajkot-collector-issued-a-notification-to-stop-vehicular-traffic-on-the-dilapodated-gondal-cage-bridge-from-november-23-to-27-gj10077_23112023160900_2311f_1700735940_857.jpg)
વૈકલ્પિક માર્ગ: મોવિયા, ઘોઘાવદર, આટકોટથી આવતા વાહનો માટે ઘોઘાવદર ચોક, સુખનાથનગર ચોક, માંધાતા સર્કલ, સરકારી હોસ્પિટલ થઈ સેન્ટ્રલ સિનેમા સુધી તથા જેતપુર તરફથી આવતા વાહનો માટે જેલચોક, ડો.આંબેડકર ચોક, ગુલમહોર રોડ, સેન્ટ્રલ સિનેમા થઈ સરકારી હોસ્પિટલ તરફ વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે.