- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમા
- ઝાંઝમેર બેઠકમાં કોંગ્રેસ બિનહરીફ
- આ અગાઉ ભાજપને પણ ઘણી બેઠકમાં બિનહરીફ જીત મળી
રાજકોટઃ ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને આ બેઠકમાં બિનહરીફ જીત મળી છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં.
કોંગ્રેસ ઉમેદવાર હરપાલસિંહ જાડેજા બિનહરીફ
ભાજપના તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠકના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ફોર્મ ખેંચી લેતા ઝાંઝમેર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ રણજીતસિહ જાડેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ પ્રથમ બેઠક છે કે જે કોંગ્રેસને બિનરહીફ મળી છે.