ETV Bharat / state

Rajkot Crime: ઉપલેટાની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ધોરાજી સેસન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા - case of raping Upleta minor

રાજકોટના ઉપલેટા પંથકની સગીરા સાથે વર્ષ 2021 માં દુષ્કર્મના કેસમાં આરોપીને ધોરાજી સેસન્સ કોર્ટે તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા ફટકારી છે. જેમાં સજાનો હુકમ જાહેર થતાં આરોપી કોર્ટ માંથી નાસી છૂટતા ધોરાજી સેસન્સ કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ પકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જાણો વિગતો.

Rajkot Crime: ઉપલેટાની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ધોરાજી સેસન્સ કોર્ટે ફરકારી 20 વર્ષની સજા, કોર્ટે આરોપીનું પકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 11:51 AM IST

ઉપલેટાની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ધોરાજી સેસન્સ કોર્ટે ફરકારી 20 વર્ષની સજા

રાજકોટ: ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોક્સો કેસના ગુનામાં ધોરાજી સેસન્સ કોર્ટ દ્વારા એક આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તો આ તકે હાજર આરોપી સજાનો હુકમ થતા જ કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો. જેને લઈ કોર્ટે આરોપીનું વોરંટ પણ ઇસ્યુ કર્યું છે.

"જ્યારે ભોગ બનનાર ની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને D.N.A. રિપોર્ટમાં આરોપી વિશાલે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું પુરવાર થતું હોય જેથી આરોપીને કડક સજા કરવા માંગ કરી હતી."--કાર્તિકેય પારેખ (પબ્લિક પ્રોસિક્યુટર, ધોરાજી સેસન્સ કોર્ટ)

પોક્સો એક્ટ હેઠળ ગુનો: ઉપલેટા પંથકમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. જેમાં મુસ્તફા ઉંમર તેમની સગીર અવસ્થાનો લાભ લઈ સંબંધ બાંધ્યા હોવાનું તેમજ અન્ય આરોપી મહેશ ઉર્ફ વિશાલ નાથા સોલંકીએ દુષ્કર્મનો ભોગ બનનારને અપહરણ કરી લઇ ગયો હતો. તેમજ જુદી જુદી જગ્યાએ સગીરાને લઇ દુષ્કર્મ આચર્યું હોવાની બાબત જણાવવામાં આવી હતી. આ બનાવમાં આરોપી વિશાલે સગીરાને મોબાઈલ ફોન પણ લઈ આપ્યો હતો. એ મોબાઇલ ફોન પકડાઈ જતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. આ આરોપીએ જ્યારે સગીરાનું અપહરણ કર્યું ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી જેથી પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયો હતો.

મેડિકલ રિપોર્ટમાં ખુલવા પામ્યું: આ ગુનો દાખલ થયા બાદ C.P.I. દ્વારા તપાસ હાથ ધરી હતી. સગીરાનુ મેડિકલ ટેસ્ટ કરાવતા તે ગર્ભવતી હોવાનું બહાર પણ આવ્યું હતું. આ મેડિકલ તપાસ દરમિયાન D.N.A. રિપોર્ટ પ્રમાણે જન્મનાર બાળકના કુદરતી માતા સગીરા તેમજ આરોપી મહેશ રૂપે વિશાલ સોલંકી હોવાનું મેડિકલ રિપોર્ટમાં ખુલવા પામ્યું હતું. આ ફરિયાદ અન્વયે મુસ્તુફા ઉમર સામે કોઈ મેડિકલ કે અન્ય પુરાવા ન મળતા તેનો અગાઉ છુટકારો થઈ ગયો હતો.

વોરંટ જારી: ઉપલેટા પોલીસમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ આ સમગ્ર કેસમાં પુરાવાને ધ્યાને લઇ ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથા સોલંકીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા ફટકારી હતી. અન્ય તોહમતદાર મુસ્તફા ઉંમરને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો. આ કોર્ટના ચુકાદા સમયે આરોપી મહેશ ઉર્ફે વિશાલ સોલંકી કોર્ટમાં હાજર હતો.પરંતુ સજાનો હુકમ જાહેર થતાં આરોપી કોર્ટ માંથી નાસી છૂટતા ધોરાજી સેસન્સ કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

  1. Surat Crime: સુરતમાં બે માથાભારે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ કરપીણ હત્યા
  2. Surat Crime સુરતમાં પરપ્રાંતીય યુવકે કર્યો આપઘાત, મોબાઈલ પર આવતા હતાં અજ્ઞાત નંબરથી મેસેજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.